દિલ્હીના અલીપુર વિસ્તારમાં પેઇન્ટ ફેકટરીમાં ભીષણ આગ: ૧૧ના મોત
નવી દિલ્હી, દિલ્હીના અલીપુર વિસ્તારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.આગની આ ઘટનામાં ૧૧ લોકોનો દાઝી જવાથી મોત થયા છે.
આગ એટલી ભીષણ હતી કે ૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવતા બળીને ભડથુ થઇ ગઇ હતી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડની ટીમે ૨૨ ફાયર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.
ગુરુવારે સાંજે ૫ કલાકની આસપાસ દિલ્હીના અલીપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં ૧૧ લોકોના દાઝી જવાથી મોત થયા હતા. શરૂઆતમાં ફાયર બ્રિગેડની ટીમે ફેક્ટરીમાંથી ૩ મૃતદેહને બહાર કાઢ્યા હતા.બાદમાં આગ બુઝાવ્યા બાદ જ્યારે ફેક્ટરીની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારે વધુ બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા.
જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતું અને આ પેઇન્ટ ફેક્ટરી ગાઢ વિસ્તારમાં હોવાથી ૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવી ગઇ હતી.પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલ આગ લાગવાનું કારણ શું હોઇ શકે તે અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.
આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ૨૨ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો.હવે ફેક્ટરીમાં મળેલા મૃતદેહોની ઓળખ મેળવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ હાઉસમાં મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે ગુરુવારે સાંજે અલીપોર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડને આ માહિતી આપવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું. આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે અંદર જઈને તપાસ કરી તો ત્રણ લોકો દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે આગના સમાચાર મળ્યા હતા. દયાલપુર અલીપુરના એચ બ્લોકમાં આવેલી પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.જે પછી શરૂઆતમાં ૮ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આગ વધુ ફેલાઈ ત્યારે ૨૨ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.SS1MS