ચાલબાજ ચીન સામે LAC પર ભારતની વધી તાકાત
લદ્દાખ, ચીને જૂન ૨૦૨૦માં લદ્દાખમાં થયેલી હિંસક ઝડપ અને ડિસેમ્બર ૨૦૨૨માં અરૂણાચલ પ્રદેશના ત્યાંસેમાં થયેલી ઝડપ અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ બદલવાના પ્રયત્ન કર્યા હતા. ચીનની આ તાકાત જોઈને ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાની ફાયર પાવરને વધુ મજબૂત કરવાનું શરૂ કરી દીધુ છે.
ભારત અને ચીનની સરહદ પર બનેલી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર ભારતીય સેનાએ એલએસી પર ‘સિગ સૌર’ રાઈફલને તૈનાત કરી દીધી છે.
દુનિયાની સૌથી સારી રાઈફલ એસઆઈજી-૭૧૬ને વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત કરવામાં આવી છે. તેને એલએસી અને એલઓસી સહિત કાઉન્ટર ઈનસર્જેન્સી ઓપરેશન્સ માટે જવાનોને આપવામાં આવી રહી છે. ન્છઝ્ર પર ભારતે ઘાતક હથિયારોથી પોતાની તૈયારી ચાલબાજ ચીનની સામે વધુ મજબૂત કરી છે. અહીં લાઈટ વેઈટ રોકેટ લોન્ચર માર્ક-૪, એલએમજી અને Âસ્નપર્સ રાઈફલ પણ હાલમાં તૈનાત કરવામાં આવી છે.
અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ઝડપ બાદ ત્યાં મોટી માત્રામાં હથિયાર પહોંચાડવામાં આવી રહ્યા હતા. હવે ભારત અરૂણાચલ પ્રદેશના ઈસ્ટર્ન સેક્ટરમાં મજબૂતી પર ધ્યાન આપી રહ્યું છે. ચીનની સામે એલએસીની પાસે કિબિથૂ પર હોવિત્જર ગન એમ૭૭૭, ૧૫૫ એમએમ કેલિબર ગન અને ૧૦૫ એમએમ લાઈટ ફિલ્ડ હોવિત્જરને તૈનાત કરવામાં આવી છે.SS1MS