આલિયા ભટ્ટ પ્રોડક્શનની સીરીઝ પોચરનું ટ્રેલર રિલીઝ
મુંબઈ, એમેઝોન પ્રાઈમ વીડિયોની નવી સીરીઝ પોચરનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. સીરીઝને એમી એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર રિચી મેહતાએ બનાવ્યું છે.
સાથે જ તેની કહાનીને લખ્યું અને ડાયરેક્ટ પણ રિચીએ જ કર્યું છે. આ સીરીઝમાં નિમિષા સજયન, રોશન મેથઅયૂ અને દિબ્યેંદુ ભટ્ટાચાર્ય મુખ્ય ભૂમિકાઓમાં નજર આવશે. ‘પોચર’નું નિર્માણ ઓસ્કર વિજેતા પ્રોડક્શન અને ફાઈનેંસ કંપની ક્યૂસી એન્ટરટેઈનમેંટે કર્યું છે જેણે હોલીવુડનાં ફેમસ એક્ટર અને ડાયરેક્ટર જોર્ડન પીલની ‘ગેટ આઉટ’ અને સ્પાઈક લીની ‘બ્લેકક્લાસમેન’ જેવી હિટ ફિલ્મો આપી છે.
સાચી ઘટનાઓ પર આધારિત પોચર આઠ એપિસોડની ક્રાઈમ ડ્રામા સીરીઝ છે. તેના ટ્રેલરમાં હાથીઓની નિર્દયી ઘટનાની ઝલક દેખાડવામાં આવી છે. તેમાં તમે વન્યજીવ સંરક્ષકોનું એક ગ્રુપ જોશો જેમાં ફોરેસ્ટ સર્વિસ ઓફિસર્સ, હર્ખ્ત વર્કર્સ, લોકલ પોલીસ અને સારા નાગરિકો દેખાશે. આ તમામ લોકો હાથી દાંત માટે શિકાર કરનારા ભારતનાં ઈતિહાસની સૌથી મોટી ઘટનાનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરશે.
તપાસમાં તેમને આર્મ્સ, ડ્રગ્સ, હ્યૂમન ટ્રાફિકિંગનાં દુનિયાભરમાં ચાલતાં રેકેટનો પર્દાફાશ થાય છે. એવી ઘટનાઓ સામે આવે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. શું આ ટીમ સાથે મળીને મૂંગા અને અસહાય હાથીઓને ન્યાય અપાવી શકશે કે જેના તેઓ હકદાર છે? પોચર સીરીઝ ૨૩ ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થશે.
એÂક્ઝક્યૂટિવ પ્રોડ્યૂસર આલિયા ભટ્ટે કહ્યું કે આ પ્રોજેક્ટનો એક ભાગ બનવું મારા અને મારી ટીમ માટે ગર્વની વાત છે. પોચર પ્રાણીઓનાં ગેરકાનૂની શિકાર અને વેપાર જેવા ગંભીર મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. મને આશા છે કે રિચીની સશક્ત સ્ટોરી દરેકને વન્યજીવ સંરક્ષણની તાત્કાલિક જરૂરિયાતનું મહત્વ સમજવા માટે પ્રેરિત કરશે.SS1MS