વસ્ત્રાપુરમાં સિક્યુરીટી ગાર્ડ ઉંઘતો રહ્યો, ચોર ઘરમાં હાથ સાફ કરી પલાયન
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વસ્ત્રાપુર ર પોલીસની હદમાં વધુ એક ચોરીની ફરીયાદ નોંધાઈ છે. સિક્યુરીટી ગાર્ડ પોતાના ઘરમાં ઉંઘતો હતો એ વખતે ઘરમાં મુકેલી પેટીમાંથી તથા ઓસરીમાં સુઈ રહેલા એક વ્યક્તિના પર્સમાંથી રોકડ ઉપરાંત ઘરેણાં સહિત રૂ ૮ર હજારથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વિક્રમભાઈ ગોવાજી ઠાકોર જીવનદિપ સોસાયટી સામે ખુલ્લા પ્લોટમાં સિક્યુરીટીની ઓરડીમાં થલતેજ ખાતે રહે છે.
તે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગુરૂવારે રાત્રે જમી પરવારીને વિક્રમભાઈ અને તેમના પરિવાર સુઈ ગયો હતો. આશરે સવા બે વાગ્યાના સુમારે કંઈ જ અવાજ થતાં તેમની પત્ની જાગી ગઈ હતી. જેમણે એક શખ્સને ઘરમાંથી બહાર નીકળતા જાતા જ બુમાબુમ કરી મુકી હતી.
જા કે અજાણ્યો ઈસમ ભાગી છુટ્યો હતો. ઘટના બાદ સમગ્ર પરિવાર જાગી જતાં ઘર તપાસ્યુ હતુ. જેમાં તેમની તિજારીમાંથી ઘરેણાં અને રોકડા રૂપિયા ઉપરાંત ઓસરીમાં સુઈ રહેલા તેમના પિતરાઈભાઈના પર્સની પણ ચોરી થયેલી જણાઈ હતી. આ અંગે વિક્રમભાઈએ રૂપિયા ૮ર૦૦૦ થી વધુની મતાની ચોરીની ફરીયાદ નોંધાવી છે.