PayTM પેમેન્ટ બેંકનું ફાસ્ટેગ હવે ગાડીમાં લગાવેલું હશે તો ચાલશે નહિં
(એજન્સી)નવી દિલ્હી, પેટીએમ ફાસ્ટેગ (PayTM Fastag) અંગે NHAI તરફથી એક સપસ્ટતા કરવામાં આવી છે. જેની અસર આશરે ૨ કરોડ યૂઝર્સને થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) તરફથી ફાસ્ટેગ યૂઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એનએચએઆઈ NHAI એ ૩૨ બેંક પાસેથી જ હવે ફાસ્ટેગ ખરીદવાની અપીલ કરી છે.
જેમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કનું નામ સામેલ નથી. પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સે હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે કેમ કે ફાસ્ટેગની સુવિધા આપવા માટે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક હવે રજિસ્ટર્ડ નથી. આઈએચએમસીએલે જણાવ્યું કે, ફાસ્ટેગને ૩૨ બેંક પાસેથી ખરીદવાનું રહેશે, જેમાં પેટીએમ પેમેન્ટ બેંકનું નામ નથી. ફાસ્ટેગ ખરીદવા માટે પેટીએમ પેમેન્ટ બેંકને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર, જે લોકોએ પેટીએમટેગ મેળવ્યા છે, તેમણે સરેન્ડર કરવું પડશે અને રજિસ્ટર્ડ બેંકમાંથી નવા ટેગ ખરીદવા પડશે. પેટીએમફાસ્ટેગને લઈને આરબીઆઈએ જણાવ્યું કે, ‘૨૯ ફેબ્રુઆરી બાદ પેટીએમફાસ્ટેગનો ઉપયગો કરી શકાશે નહીં.’ ફાસ્ટેગ્સ માટે નોંધાયેલ બેંકમાં એરટેલ પેમેન્ટ્સ બેંક, અલ્હાબાદ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક,
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા CBI, સિટી યુનિયન બેંક City Union, કોસ્મોસ બેંક, ઇÂક્વટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ફેડરલ બેંક, ફિનો પેમેન્ટ્સ બેંક, એચડીએફસી બેંક HDFC, આઈસીઆઈસીઆઈ બેંક ICICI, આઈડીબીઆઈ બેંક IDBI, આઈડીએફસી ફર્સ્ટ બેંક IDFC First, ઇન્ડિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, જેએન્ડકેબેંક, કર્ણાટક બેંક, કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, નાગપુર નાગરિક સહકારી બેંક, પંજાબ નેશનલ બેંક PNB, સારસ્વત બેંક, દક્ષિણ ભારતીય બેંક, ભારતીય સ્ટેટ બેંક, Âથ્રસુર જિલ્લા સહકારી બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને યસ બેંકનો સમાવેશ થાય છે.