અભિનેત્રી સારા અલી ખાનનું ફેન ફોલોઈંગ પણ સતત વધી રહ્યું છે
મુંબઈ, સારા અલી ખાન સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. ચાહકોની પણ તેના અલગ અલગ અંદાજ ખુબ જ પસંદ આવે છે. એજ કારણ છેકે, તેનું ફેનફોલોઈંગ પણ સતત વધી રહ્યું છે.
સારાનો આ વખતે એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. સારા અલી ખાન બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંથી એક છે. તે સૈફ અલી ખાનની પુત્રી છે. ટ્રેડિશનલ લૂકમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે નવાબ ખાનદાનની લાડલી. અહીં વાત થઈ રહી છે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની. આ અભિનેત્રીએ શોર્ટ ટાઈમમાં બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
ગુલાબી લહેંગામાં સારાનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. સારા અલી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે તેના ટ્રેડિશનલ લુકમાં ફોટો શેર કરતી રહે છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ ફોટોઝમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર સારા અલી ખાન સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે. તેના ચાહકો પણ હંમેશા તેના નવા અવતારની રાહ જોઈને બેસેલાં હોય છે. આ વખતે તે ટ્રેડિશનલ લૂકમાં સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે.
નવાબના ખાનદાનની શાન એવી રાજકુંવરી સમાન સારા અલી ખાનનો વટ જ અલગ છે. તેનો લૂક કોઈ શહેજાદીથી કમ નથી. તેની સ્માઈલ પણ એટલી જ ક્યુટ લાગે છે. કે જોનારા બસ જોતા જ રહે છે. સારા અલી ખાનના કામની વાત કરીએ તો આ નવાબની છોરી શોર્ટ ટાઈમમાં ઘણાં બધા પ્રોજેક્ટ્સ પર કામ કરતી જોવા મળશે. એ વતન મેરે વતન, આ સિવાય તે ‘મર્ડર મુબારક’, ‘મેટ્રો ધીઝ ડેઝ’ અને જગન શક્તિની ફિલ્મમાં જોવા મળશે.SS1MS