અનાજ ભરેલા ટ્રકમાં ઈલેક્ટ્રીક તાર ફસાતાં શોર્ટ સર્કિટથી આગ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) શહેરા તાલુકામાં આવેલા સરકારી અનાજના ગોડાઉન પાસે અનાજ ભરેલો ટ્રક ગોડાઉન તરફ જઈ રહ્યો હતો. ત્યારે ગોડાઉનની બહાર રસ્તા ઉપર એક હોલ્ડિંગ્સમાં ફસાતા ઉપર જઈ રહેલા ઈલેક્ટ્રીક તાર ફસાતા તાર તૂટી પડતાં શોર્ટ સર્કિટ લાગવાથી ટ્રકમાં ભરેલા અનાજના જથ્થામાં આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા શહેરા ફાયર બ્રિગેડના જવાનો સહિત નગરપાલિકાની ટીમ તથા સ્ય્ફઝ્રન્ની ટીમે તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરા તાલુકામાં આજરોજ સરકારી અનાજ ભરેલા ટ્રકના ગોડાઉનમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં માર્ગ ઉપર લગાવવામાં આવેલા હોડિંગમાં અમુક ભાગ ફસાતા શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી.
જેમાં ટ્રક ચાલકને જાણ ન થતા ર્હોડિંગ્સમાં ટ્રકનો કેટલોક ભાગ ફસાયા બાદ ટ્રકચાલક પોતાનું ટ્રક હંકારતા ચાર વીજ થાંભલા તેમજ એક ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થવા પામ્યું હતું. આગ લાગતા ટ્રકમાં રહેલા સરકારી અનાજના કેટલાક જથ્થાને નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા શહેરા ફાયર બ્રિગેડ એમજીવીસીએલ અને નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર આવી કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ સરકારી અનાજનું કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને શહેરા તાલુકાના સરકારી ગોડાઉન મેનેજર જણાવ્યું હતું કે, આજરોજ ચોખા ભરેલો ટ્રક ગોડાઉનમાં આવતો હતો. ત્યારે ગોડાઉનની બહાર ઈલેક્ટ્રીક થાંભલા ઉપર ર્હોડિંગ્સને અડકતા ઈલેક્ટ્રીક તાર તૂટી પડ્યા હતા. જેના કારણે ટ્રકમાં રહેલા અનાજમાં આગ લાગી હતી. ટ્રકચાલક પોતાનું વાહન રિવર્સ કરવા જતા ઈલેક્ટ્રીક તારમાં ફસાતા આગ લાગી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરા ગોડાઉનની બહાર ઈલેક્ટ્રીક વાયરને તારને અડકતા ટ્રકમાં ભરેલા અનાજના જથ્થામાં આગ ભભૂકી ઊઠી હતી. જેમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે શહેરા ગોડાઉનમાં મૂકવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો એક બાજુ ધૂળ ખાઈ રહેલી હાલતમાં એકબાજુ પડેલા જોવા મળ્યા હતા. ત્યારે સવાલ ઉભા થવા પામે છે કે દુર્ભાગ્ય ગોડાઉનમાં આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીના સાધનો જ આ રીતે ધૂળ ખાયેલા હાલતમાં જોવા મળે તો આગ ઉપર કાબૂ કઈ રીતે મેળવી શકાય તે પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે.