ગોધરાના બામરોલી રોડ ઉપર આડેધડ થયેલા દબાણો દૂર કરવા કલેક્ટરે જાતે નિરીક્ષણ કર્યું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના બામરોલી રોડના મુખ્ય માર્ગ ખાતે પંચમહાલ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી,ગોધરા શહેર મામલતદાર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તાજેતરમાં ગોધરા શહેરના નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલ વાવડી ગ્રામ પંચાયત વિસ્તારની ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરને સાથે રાખીને મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં ગોધરા નગર પાલિકામાં સમાવિષ્ટ વાવડી ગ્રામ પંચાયતના વિસ્તારોમાં બંને બાજુ માં દબાણ અને સ્વચ્છતા જેવી બાબતને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા જેવી બાબતમાં બેદરકારી દાખવનાર દુકાનદારોને જિલ્લા કલેકટર દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી.
ગોધરા શહેરના બામરોલી રોડ મુખ્ય માર્ગો ઉપર આજરોજ જિલ્લા કલેકટર આશિષકુમાર પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત સહિત ગોધરા શહેર મામલતદાર અને ચીફ ઓફિસરને સાથે રાખીને બામરોલી રોડ વિસ્તારના મુખ્ય માર્ગોના બંને બાજુ કરવામાં આવેલા દબાણ દૂર કરવા તેમજ સાફ-સફાઈ જેવી બાબતમાં નિયમિતતા અને ચોકસાઈ જાળવવા જેવી બાબતને લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જ્યારે ગોધરા શહેરના વાવડી રોડ વિસ્તારમાં આજરોજ જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત દરમિયાન પાંચ દુકાનદારો ને સાફ-સફાઈ બાબતમાં બેદરકારી દાખવતા સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો
હતો.