ઈન્ડિયાને નવો વિરેન્દ્ર સહેવાગ મળી ચૂક્યો છે
રાજકોટ, ટીમ ઇંગ્લેન્ડ હાલ ઈન્ડિયાની ટૂર ઉપર છે, ત્યારે અત્યાર સુધીમાં ટીમ ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીના ત્રણ ટેસ્ટ મેચ રમી ચૂક્યું છે.
આગામી ચોથો ટેસ્ટ મેચ રાંચી ખાતે યોજાવવાનો છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલ માટે ટીમ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરતાં જણાવ્યું છે કે, ટીમ ઇન્ડિયાને નવો વિરેન્દ્ર સહેવાગ મળી ચૂક્યો છે.
જે આગામી સમયમાં તમામ ફોર્મેટમાં વિરોધી ટીમના તમામ આક્રમણોનો નાશ કરી નાખશે જે પ્રકારે વીરુ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રીજા ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે ૧૦ બોલમાં ૧૦ રન બનાવ્યા હતા જેમાં બે ચોગ્ગા પણ સામેલ હતા. તેમજ ટીમ ઈન્ડિયાની સેકન્ડ ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ દ્વારા ૨૩૬ બોલમાં ૨૧૪ રન બનાવવામાં આવ્યા હતા.
જે ૨૧૪ રનમાં તેમણે બાર જેટલા છગ્ગા જ્યારે કે ૧૪ જેટલા ચોગ્ગા પોતાના બેટથી ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયા દ્વારા ૪૩૦ રન થતાં ઇનિંગ્સને ડિક્લેર કરવામાં આવી હતી.
આમ યશસ્વી જયસ્વાલ સેકન્ડ ઈનિંગમાં નોટ આઉટ રહ્યો હતો. તેમજ તેમની સાથે પાર્ટનરશીપ કરનારા સરફરાજ ખાન દ્વારા પણ ૭૨ બોલમાં ૬૮ રન ફટકારી નોટ આઉટ રહ્યો હતો. તેમજ યશસ્વી જયસ્વાલ દ્વારા પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ રિંગમાં ૭૪ બોલમાં ૮૦ રન બનાવ્યા હતા.
જ્યારે કે બીજી ઇનિંગમાં ૩૫ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. જ્યારે કે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલા બીજા ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ દ્વારા ૨૯૦ બોલમાં ૨૦૯ રન બનાવ્યા હતા. તેમજ બીજા ટેસ્ટની બીજી ઇનીંગમાં યશસ્વી જયસ્વાલ દ્વારા ૨૭ બોલમાં ૧૭ રન બનાવવામાં આવ્યા હતા.
જો કે બીજા ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં યશસ્વી જયસ્વાલને જેમ્સ એન્ડરસન દ્વારા જ આઉટ કરવામાં આવ્યો હતો. જ્યારે કે ટીમ ઇંગ્લેન્ડના ખેલાડી જોસ બટલરે ઇન્સ્ટાગ્રામ પર યશસ્વી જયસ્વાલના વખાણ કરતા કહ્યું છે કે, શર્મની વાત છે કે યશસ્વી ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ પ્રકારનું પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ યશસ્વી જયસ્વાલ માટે ખુશ ન થવું ખૂબ જ મુશ્કેલ છે.
પોતાની પ્રતિભા, ભૂખ તેમજ પોતાના કાર્ય નીતિના કારણે તેને તમામ મળી રહ્યું છે જેનો તે હકદાર છે. જોસ બટલરે કહ્યું, ક્યાં સિતારા હૈ.SS1MS