આંબામાં ફ્લાવરિંગ બળી જતા મુશ્કેલીમાં વધારો
અમરેલી, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરે છે અને બાગાયતી પાકમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, બગસરા, ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બાગાયતી પાક તરીકે કેરીનું વાવેતર કરવામાં આવે છે અને કેરીમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.
પરંતુ બેવડી ઋતુ થવાના કારણે અને ધુમ્મસ પડવાના કારણે આંબા ઉપર આવેલા ફ્લાવરિંગ બળી જવા લાગ્યો છે અને ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે.
ધારી તાલુકાના જર, મોરજર, પરબડી સહિતના વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો આંબાનું વાવેતર કરે છે. કેરી બાગાયતી ખેતી કરી રહ્યાં છે અને મોટા પ્રમાણમાં ખેડૂત કમાણી પણ કરે છે. પરંતુ ખેડૂત હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને ફ્લાવરિંગ બળી જવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
આ વર્ષે કેરીના પાકમાં મોટી સંખ્યામાં નુકસાની પહોંચે તેવું લાગી રહ્યું છે. ખેડૂત ભરતભાઇ કે.ભેંસાણીયાએ જણાવ્યું હતું કે, હાલ ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના ખેડૂત બાગાયત પાકનું વાવેતર કરે છે અને સારી કમાણી કરે છે. પરંતુ બેવડી ઋતુનો માર ખેડૂતોને પડ્યો છે.
મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ તે થતું નથી અને હાલ અનેક આંબામાં મોર આવ્યો નથી. જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. બેવડી ઋતુના કારણે નાના આંબામાં આવેલ ફ્લેવરિંગ મોર બળી ગયો છે અને મોટા આંબામાં હાલ થોડું ફ્લાવરિંગ શરૂ થયું છે. જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે અને જો આંબાના પાકમાં મોર મોડા આવશે તો કેરીના ભાવમાં ઉછાળો જોવા મળશે.SS1MS