બોલિવુડ અભિનેતા વરુણ ધવન પિતા બનવાનો છે
મુંબઈ, બોલીવુડ એક્ટર વરુણ ધવને એક પોસ્ટ શેર કરીને ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી છે. એક તરફ યામી ગૌતમના ફેન્સ માતા બનવાના સમાચાર સાંભળીને ખૂબ ખુશ છે. તો વળી વરુણ ધવને પણ પોતાના ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી છે.
વરુણ ધવન ટૂંક સમયમાં પિત બનવાનો છે. પોતાની એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરીને તેણે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. વરુણ ધવન અને નતાશા દલાલ ટૂંક સમયમાં મમ્મી-પપ્પા બનવાના છે. કપલના ઘરે ટૂંક સમયમાં ખુશીઓ આવવાની છે. આ વાતનો ખુલાસો ખુદ વરુણે એક તસ્વીર શેર કરીને કર્યો છે.
એક્ટરે ખુદ પત્નીની પ્રેગ્નેન્સીની જાણકારી પોતાના ફેન્સને આપી છે. તેમણે એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. જેમાં નતાશા બેબી બંપ ફ્લોન્ટ કરતી દેખાય છે.
આ તસવીરમાં વરુણ પત્નીના બેબી બંપ પર કિસ કરતો દેખાય છે. એક્ટરની આ સરપ્રાઈઝ પોસ્ટ પર તેના ફેન્સ દિલ ખોલીને શુભકામનાઓ આપી રહ્યા છે. વરુણ ધવને હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ પર પત્ની સાથેનો ફોટ શેર કરીને પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ આપ્યા છે. સામે આવેલા ફોટોમાં તેની પત્ની નતાશા સામે ઊભી છે અને વરુણ ધવન ઘુંટણીયે બેસીને બેબી બંપ પર કિસ કરી રહ્યો છે.
ફ્રેમમાં તેનો ડોગી પણ દેખાઈ રહ્યો છે. આ શાનદાર ફોટો શેર કરતા વરુણે કેપ્શનમાં લખ્યું છે. આપ સૌના આશીર્વાદ અને પ્રેમની જરુર છે. વરુણની આ પોસ્ટ સામે આવતા જ વાયરલ થઈ ગઈ છે. એક્ટરના પોસ્ટ પર ફેન્સની સાથે સાથે કેટલાય સેલેબ્સ પણ શુભકામનાઓ આપી રહ્યા છે.
વરુણની આ પોસ્ટ પર જ્હાનવી કપૂરે હાર્ટનું ઈમોજી શેર કર્યું છે. નેહા ધૂપિયાએ પણ શુભકામનાઓ આપી છે. મલાઈકા અરોડા, કરણ જૌહર અને અર્જન કપૂર જેવા સ્ટાર્સે આ કપલને અલગ અલગ અંદાજમાં શુભકામના આપી છે.SS1MS