Western Times News

Gujarati News

એવી ફિલ્મ જેની અત્યાર સુધીમાં બની છે ૯ રીમેક

મુંબઈ, અમે અહીં જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે તે એક તેલુગુ મૂવી છે જે વર્ષ ૨૦૦૫માં રિલીઝ થઈ હતી અને તેનું ટાઇટલ નુવવોસ્તાનતે નેનોદંતના છે.

નુવવોસ્તાનાન્તે નેનોદંતના એ પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત તેલુગુ રોમેન્ટિક ડ્રામા છે. પ્રભુ દેવાએ નુવવોસ્તાનન્તે નેનોદદન્તના નાથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી અને આજ ફિલ્મથી તેમણે ડાન્સ અને એક્ટિંગ ઉપરાંત તેમણે તેમની દિગ્દર્શન હુનરથી દરેકને પ્રભાવિત કર્યા હતા.

દેશભરના વિવિધ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓનું આ ફિલ્મે ધ્યાન ખેંચ્યું અને તેમણે રિમેક બનાવી. સુમંથ આર્ટ પ્રોડક્શન હેઠળ એમએસ રાજુ દ્વારા નિર્મિત, આ ફિલ્મમાં શ્રીહરિ, સિદ્ધાર્થ અને ત્રિશા મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ લેખક વીરુ પોટલાએ કહ્યું કે આ ફિલ્મ ૧૯૮૯ની હિન્દી ફિલ્મ મૈને પ્યાર કિયામાંથી પ્રેરણા લીધી હતી, જેમાં ભાગ્યશ્રી અને સલમાન ખાન અભિનિત હતા. નુવવોસ્તાનન્તે નેનોદદન્તના તેની અસાધારણ વાર્તા અને સ્ટાર કાસ્ટ સાથે બોક્સ ઓફિસ પર હિટ બની હતી.

આ ફિલ્મ મુખ્ય અભિનેત્રી માટે પણ ટ‹નગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મે ૯ અલગ-અલગ ભાષાઓમાં રિમેક કરીને ભારતીય સિનેમામાં ઈતિહાસ રચ્યો. આ ફિલ્મની રિમેકમાં તમિલમાં ‘ઉનક્કમ ઈનાક્કમ’, કન્નડમાં ‘નિનેલો નાનલે’, બંગાળીમાં ‘આઈ લવ યુ’, મણિપુરીમાં ‘નિંગોલ થાજાબા’, ઉડિયામાં ‘સુના ચડેઈ મો રૂપા ચડેઈ’, પંજાબીમાં ‘તેરા મેરા કી રિશ્તા’નો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશમાં ‘નિસાશ અમર તુમી’, નેપાળીમાં ‘ધ ફ્લેશ બેકઃ ફરકેરા હેરદા’ અને હિન્દીમાં ‘રમૈયા વસ્તાવૈયા’. આ ફિલ્મ હિન્દીમાં ફ્લોપ રહી હતી અને અન્ય તમામ ભાષાઓમાં હિટ રહી હતી.

નુવવોસ્તાનન્તે નેનોદદન્તનાએ એવી ફિલ્મ છે જેને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. વાર્તા સિરી અને શ્રીરામની આસપાસ ફરે છે, પ્રેમમાં રહેલા એક યુગલ જેઓ તેમના લગ્નની યોજના માટે શ્રીરામની માતાના વિરોધનો સામનો કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.