સોનારિકા ભદોરિયાએ હાથમાં મુકાવી મહેંદી
મુંબઈ, દેવો કે દેવઃ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા માટે ફેમસ સોનારિકા ભદોરિયા હવે દુલ્હન બની જશે. આજે એક્ટ્રેસના લગ્ન છે. જો કે લગ્ન પહેલાં સોનારિકા ભદોરિયાના મહેંદી ફંક્શનની કેટલીક તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે.
આ દરમિયાન સોનારિકા એની માતાના આઉટફિટમાં એકદમ ખૂબસુરત જોવા મળી રહી છે. એક્ટ્રેસની મહેંદી ડિઝાઇન હાલમાં લોકો માટે ચર્ચાનો વિષય બની છે. એક્ટ્રેસે મહેંદીમાં શિવ પાર્વતીની ઝલક બતાવી છે જે ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.
રેખર સોનારિકાની મહેંદીની ડિઝાઇન બહુ જ મસ્ત છે. હટકે મહેંદી મુકાવીને ફેન્સને જોવા માટે મજબૂર કરી દીધા છે. એક હાથમાં શિવ-પાર્વતી છે તો બીજા હાથમાં દુલ્હા અને દુલ્હનની મહેંદી મુકાવી છે. એક્ટ્રેસની આ મહેંદી ડિઝાઇન ફેન્સ ખૂબ પસંદ પડી રહી છે.
સોનારિકાએ મહેંદીની આ તસવીરો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યુ છે કે મહેંદી હૈ રચનેવાલી..હાથો મેં ગહરી લાલી. આ સાથે એક્ટ્રેસે પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે આ ખાસ દિવસે મેં મારી માતાનો લહેંગો પહેર્યો છે. આમ, સોનારિકાએ મહેંદી ફંક્શનમાં માતાના લગ્નનો લહેંગો પહેર્યો છે. લાલ રંગના લહેંગામાં સોનારિકા મસ્ત લાગી રહી છે. આ લાલ લહેંગામાં સોનારિકા અપ્સરા જેવી લાગી રહી છે.
લીલા રંગનો બ્લાઉઝ એક્ટ્રેસના લુકને કમ્પ્લીટ કરવાનું કામ કરે છે. આ દરમિયાન સોનારિકા એના થનારા પતિ સાથે મસ્ત પોઝ આપી રહી છે. આ તસવીરોમાં સોનારિકા મસ્ત લાગી રહી છે. તમને જણાવી દઇએ કે સોનારિકા આજે રણથંભોરમાં વિકાસ પારાશરની સાથે સાત ફેરા લેશે. ઉલ્લેખનીય છે કે સોનારિકા ભદોરિયાએ વર્ષ ૨૦૨૨માં એના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ વિકાસ પારાશર સાથે સગાઇ કરી હતી.
દેવો કે દેવ મહાદેવ પછી સોનારિકા ઘર-ઘરમાં ફેમસ થઇ ગઇ છે. હાલમાં ટેલિવિઝન જગતનો જાણીતો ચહેરો બની ગઇ છે. આમ, તમે પણ એક વાર સોનિરાકાની આ તસવીરો જોશો તો તરત ગમી જશે. સોનારિકાની આ તસવીરો વાયુવેગે વાયરલ થઇ રહી છે. સોનારિકાની આ લેટેસ્ટ તસવીરો જોઇને તમે પણ ફિદા થઇ જશો.SS1MS