સાક્ષી શિવાનંદે અંડરવર્લ્ડથી ગભરાઈને છોડી દીધી હતી ઇન્ડસ્ટ્રી
મુંબઈ, બોલિવૂડમાં ઘણી સુંદરીઓ આવી, જેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને રાતોરાત નામ કમાયું અને પછી અચાનક ગાયબ થઈ ગઈ. કેટલાકે પારિવારિક કારણોસર આ નિર્ણય લીધો તો કોઈએ અંડરવર્લ્ડના ડરથી ફિલ્મો દૂર થઇ ગઈ.
બોલિવૂડની એક અભિનેત્રી, જેણે પોતાની સુંદર મુસ્કાન અને બોલતી આંખોથી બધાનું દિલ જીતી લીધું. ક્યારેક તે પડદા પર સુનીલ શેટ્ટીની ‘બહેન’ બની, તો ક્યારેક અમરીશ પુરીની ‘દીકરી’ બની. તેણે સ્ક્રીન પર પોતાના અભિનયથી લોકોને આકર્ષિત કર્યા પરંતુ પછી રાતોરાત ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું.
બોલિવૂડમાં ઘણી સુંદરીઓ આવી, જેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને રાતોરાત નામ કમાયું અને પછી અચાનક ગાયબ થઈ ગઈ. કેટલાકે પારિવારિક કારણોસર આ નિર્ણય લીધો તો કોઈએ અંડરવર્લ્ડના ડરથી ફિલ્મો દૂર થઇ ગઈ. બોલિવૂડની એક અભિનેત્રી, જેણે પોતાની સુંદર મુસ્કાન અને બોલતી આંખોથી બધાનું દિલ જીતી લીધું.
ક્યારેક તે પડદા પર સુનીલ શેટ્ટીની ‘બહેન’ બની, તો ક્યારેક અમરીશ પુરીની ‘દીકરી’ બની. તેણે સ્ક્રીન પર પોતાના અભિનયથી લોકોને આકર્ષિત કર્યા પરંતુ પછી રાતોરાત ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું.
ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને અંડરવર્લ્ડમાંથી ફોન આવ્યા હતા અને સેટ પર પણ તેના કેટલાક કનેક્શન્સ તેને મળવા આવ્યા હતા, જેમણે અભિનેત્રીને દુબઈ જઈને ડોનને મળવાનું કહ્યું હતું. ત્યાં તે સમયે અભિનેત્રી સંપૂર્ણપણે એકલી હતી અને આ પછી તેણે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પોતાને દૂર કરી લીધી.
સાક્ષીએ વર્ષ ૧૯૯૫માં હિન્દી ફિલ્મ ‘જનમ કુંડલી’થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે આ ફિલ્મ ફ્લોપ ગઈ, પરંતુ અભિનેત્રીએ ચોક્કસપણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું. આ જ વર્ષે સાક્ષીને ફિલ્મ ‘સંજય’માં પણ મહત્વનો રોલ કરવાનો મોકો મળ્યો, પરંતુ આ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ.
સાક્ષી શિવાનંદે વર્ષ ૧૯૯૬માં મલયાલમ ફિલ્મ ‘ઈન્દ્રપ્રસ્તમ’માં કામ કર્યું હતું અને આ ફિલ્મે તેના માટે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરવાજા ખોલી દીધા. જે બાદ તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી. બોલિવૂડ ફિલ્મ ‘આપકો પહેલે ભી કહીં દેખા હૈ’ તેની કારકિર્દીનો ટ‹નગ પોઈન્ટ સાબિત થઈ.
આ વચ્ચે અચાનક સાક્ષીએ ઘણી સાઈન કરેલી ફિલ્મો છોડી દીધી અને પ્રોડ્યુસર પાસેથી એડવાન્સ લીધેલા પૈસા પણ પરત કરી દીધા. ઘણા વર્ષો પછી તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો.
અભિનેત્રીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેના નંબર પર કોલ આવ્યા હતા પરંતુ તેણે વધુ ધ્યાન આપ્યું ન હતું. એક દિવસ શૂટિંગ દરમિયાન કેટલાક લોકો સેટ પર આવ્યા અને તેને દુબઈ જવાનું કહ્યું, જેના પછી સાક્ષી ડરી ગઈ અને તેણે આખી વાત તેના પ્રોડ્યુસરને જણાવી.SS1MS