મહેસાણા-પાલનપુર સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-પાલનપુર સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
· 19.02.2024 ના રોજ યોગ નગરી ઋષિકેશથી ઉપડતી ટ્રેન સંખ્યા 19032 યોગ નગરી ઋષિકેશ – અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
· 19-02-2024 ના રોજ દોલતપુર ચોકથી ઉપડતી ટ્રેન સંખ્યા 19412 દોલતપુર ચોક-સાબરમતી એકસપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
· 20-02-2024 ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન સંખ્યા 19411 સાબરમતી – દોલતપુર ચોક એક્સપ્રેસને તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
· 20-02-2024 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન સંખ્યા 19223 અમદાવાદ – જમ્મુ તાવી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
· 20-02-2024 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન સંખ્યા 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને માળખું સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.