Western Times News

Gujarati News

કૌટુંબીક કાકાએ કરેલી ભત્રીજીની હત્યાનો ભેદ ઉકેલતી LCB દેવભૂમિ દ્રારકા

એક વર્ષ પહેલા કલ્યાણપુરના ભોગાત ગામની મહીલાની કોહવાયેલી લાશ કુવામાંથી મળેલ જે અકસ્માત મોતનો બનાવ ખૂનમાં તબદીલ થયેલ જે વણશોધાયેલ ગુનાના ખારોપીને પકડી પાડતી – એલ સી.બી. દેવભૂમિ દ્રારકા

રાજકોટ રેન્જના દેવભૂમિ દ્રારકા જિલ્લા પોલીસની સુચના અને માર્ગદર્શન મુજબ કલ્યાણપુર પો.સ્ટે. ખાતેના ભોગાત ગામે રહેતી રાણીબેન રામભાઇ ગોપાલભાઇ ભાચકન ગઢવી ઉંમર ર૦ ગઇ તા. ૧૬/૧૧/૨૦૧૮ના ઘરેથી જતી રહેલ અને ગત
તા.૧૦/૧૨/૨૦૧૮ ના રોજ ગોકળપર ગામના પાટીયા પાસે આવેલ ધરમશીભાઇ સોનગરા દલવાડીની ખેતરમાં આવેલ કુવામાંથી કોહવાય ગયેલ હાલતમાં રાણીબેનની લાશ મળી હતી.

જે બાબત કલ્યાણપુર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી સ્થાનિક પોલીસ દ્રારા તપાસ ચાલુ કરેલ હતી. તપાસ દરમીયાન મોત નિપજનાર રાણીબેનની લાશનું પી.એમ. કરાવી મોતનુ ચોકકસ કારણ જાણવા માટે એફ.એસ.એલ. તપાસણીમાં પૃથકરણ કરવા મોકલી આપ્યુ હતું.

જે તપાસ દરમીયાન લાસ્ટ કલોઝ ઓફ ડેથ સર્ટીમાં રાણીબેનનુ મોત પાણીમાં ડુબવાથી નહી પરંતુ બોથડ પદાર્થ કે હથીયારથી ઇજા થવાથી મોત થયેલનું જાણવા મળ્યું હતું અને  ડુબવાથી મોત થયેલ નથી. તેમ સ્પષ્ટ અભિપ્રાય મળતા કલ્યાણપુર પો.સ્ટેશને અજાણ્યા માણસ વિરૂધ્ધનો ગુનો દાખલ કરવામાં આવી હતી.

આ બનાવની ગંભીરતાને ધ્યાને પોલીસ અધિક્ષક રોહન આનંદ દ્રારા વણશોધાયેલ ગુનો તાત્કાલીક શોધી કાઢવા LCBના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ. ડી. ચંદ્રાવાડીયાનાઓને સુચના કરતા તેઓએ જાતેથી બનાવથી સંપૂર્ણ વાકેફ થઇ મરણ જનાર રાણીબેનના મોબાઇલ ફોન નંબરની કોલ ડીટેઇલો આધારે તથા ફીલ્ડ સ્ટાફના માણસોને હકીકત મેળવી ગુનો શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી.

લગભગ ઘટનાના એક વર્ષ બાદ  તા.૨૦/૧૨/૨૦૧૯ ના રોજ પોલીસ ઇન્સ.શ્રી એમડી ચંદ્રાવાડીયા તથા સાયબર સેલના હેડ કોન્સ ભરતભાઇ ચાવડા તયા મસરીભાઇ ભારવાડીયા અને અરજણભાઇ મારૂને ખાનગી રાહે હકીકત મળી હતી  કે, રામભાઇ જીવાભાઇ ભાચકન ગઢવી રહે. પરોડીયા તા. ખભાળીયા વાળાએ મરનાર રાણીબેન સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને તેણીને ઘરમાં  બેસાડી લેવા દબાણ ઉભુ કરતી હોય અને તેણીની સાથેનો સબંધનો ભવાડો કરી સમાજમાં બદનામ કરવાની ફોનથી અવાર નવાર ધમકી આપતી હતી.

તેઓ બંને કૌટુંબીક કાકા-ભત્રીજી થતા હોય સમાજમાં બદનામ થવાની બીકના કારણે રાણીબેનને માયામાં બોથડ પદાર્ય અથવા હથીયાર વડે જીવલેણ માર મારી મોત નીપજાવી કુવામાં ફેકી દીધેલની માહીતી મળતા ટેકનીકલ રીતે તપાસ કરી જરૂરી માહીતી એકઠી કરી રામ જીવાભાઇ ભાયકન ઉંમર ૩૦ ધંધો ખેતીકામ રહે. પરોડીયા તા ખંભાળીયા વાળાને લઇ આવી પુછપરછ કરતા લાંબી પુછપરછ પછી આખરે તે ભાંગી પડયો હતો.

રામ ભાયકને પોલિસ પૂછપરછમાં જણાવ્યુ હતું કે  રાણીબેનને ગઇ તા. ૧૬/૧૧/ર૦૧૮ ના રાત્રીના ભોગાત તેના ઘર પાછળ મળવા ગઈ હતી અને રાણીબેનને લગ્ન કરવા દબાણ નહી કરવા સમજાવેલ પણ રાણીબેન સમજી નહીં તેથી તેનો નિકાલ કરવાનું નકકી કરી આરોપી ગોકલપર પાટીયા પાસે અગાઉ ખેતરોમાં ટ્રેકટર ચલાવતો હતો તેથી  આ તમામ ખેતર-વાડીઓ પહેલાથી જાણતો હતો.

આરોપી ડીસ્કવર મોટર સાઇકલ ઉપર ભોગાતથી રાણીબેનને ગોકલપરના પાટીયા પાસે આવેલ ખેતરે લઇ આવી ખેતરના
કુવા પાસે બેસી રાણીબેનને ખુબ જ સમજાવેલ પરંતુ રાણીબેન સમજેલ નહી અને બુમાબુમ કરતા રાણીબેન તેની સાથે પરોણો(લાકડી) લઇ આવેલ તે પરોણો(લાકડી) ના બે જીવલેણ ઘા રાણીબેનના માથામાં મારતા રાણીબેન મોતને ભેટયા હતા.  તે  પછી ઢસડીને રાણીબેનની લાશને કુવામાં ફેકી દઇ ખુન કરેલાની કબુલાત આરોપીએ કરી હતી.

આરોપીને આગળની કાર્યવાહી માટે તપાસ કરનાર પો.સ.ઇ.શ્રી ઝેડ.એલ. ઓડેદરા, ક્લ્યાણપુર પો.સ્ટે. નાઓને સોપવામાં આવેલ છે. આ રીતે એક વર્ષ ઉપરનો અકસ્માત મોતમાંયથી ખુનમાં તબદીલ યયેલ વણશોધાયેલ ગુનો શોધી કાઢી કામગીરી કરી હતી.  આ કાર્યવાહી પોલીસ અધિક્ષક રોહન આનંદ સાહેબની સુચના અને સતત મળેલ માર્ગદર્શન આધારે એલ.સી.બી.
ના પોલીસ ઇન્સ.શ્રી એમ.ડી.ચંદ્રાવાડીયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી વી.એમ.ઝાલા તથા સ્ટાફના માણસોએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.