ફ્રાન્સમાં ભારતીયોને ૪ વર્ષ સુધી કામ કરવાની તક
નવી દિલ્હી, યુરોપના આધુનિક અને શક્તિશાળી દેશ ફ્રાન્સમાં હાઈ સ્કીલ ધરાવતા લોકોની ખાસ જરૂરિયાત છે. ભારત સહિતના દેશના લોકો ફ્રાન્સ આવીને કામ કરી શકે તે માટે ફ્રાન્સ ટેલેન્ટ પાસપોર્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. તેના દ્વારા વિદેશી સ્કીલ્ડ વર્કર્સ ચાર વર્ષ સુધી ફ્રાન્સમાં રહીને કામ કરી શકે છે.
નોન-યુરોપિયન યુનિયન દેશોના લોકો ફ્રાન્સની ઈકોનોમીને આગળ વધારવા માટે યોગદાન આપી શકે તે માટે Talent Passport કર્યો છે. તેમાં અત્યંત ઉચ્ચ ક્વોલિટી ધરાવતા રિસર્ચરો અને આર્ટિસ્ટ ઉપરાંત સાયન્સ, સાહિત્ય, આર્ટ, શિક્ષણ અને સ્પોર્ટ્સના ક્ષેત્રની અનુભવી વ્યક્તિને ચાર વર્ષ માટે ફ્રાન્સમાં કામ કરવાની તક મળશે.
આ ઉપરાંત કોઈ પણ ઉદ્યોગસાહસિક ફ્રાન્સમાં ઓછામાં ઓછા ૩૦,૦૦૦ યુરો ઈન્વેસ્ટ કરવા તૈયાર હોય તો તેને પણ તક મળશે. આ માટે પાંચ વર્ષનો પ્રોફેશનલ અનુભવ અને માસ્ટર્સ ડિગ્રી હોવી જરૂરી છે. આમ તો ફ્રાન્સે કેટલાક રેસિડન્સી કાર્ડ માટે ભાષાની આવડતના કડક નિયમો રાખ્યા છે, પરંતુ Talent Passport માટે તેમાં છુટછાટ અપાઈ છે.
તાજેતરમાં અન્ય રેસિડન્સી કાર્ડ માટે લેંગ્વેજના કડક નિયમો લાગુ થયા છે. તેમાં કેટલાક માટે આ લેવલ છ૧થી વધારીને છ૨ કરવામાં આવ્યું છે જ્યારે કેટલાક માટે છ૨થી વધારીને મ્૧ કરવામાં આવ્યું છે. જોકે, ટેલેન્ટ પાસપોર્ટ ધારકોને ભાષાના ચુસ્ત બંધનો નડશે નહીં. ફ્રાન્સના ટેલેન્ટ પાસપોર્ટનો એક ફાયદો એ છે કે તેમાં પરિવારજનોને પણ સામેલ કરવામાં આવે છે.
તેથી પતિ-પત્ની અને બાળકો પણ પાસપોર્ટ હોલ્ડર સાથે જોડાઈ શકે છે. આ લોકો પણ મલ્ટિ-યર રેસિડન્સ પરમિટ મળી શકે છે અને ૧૮ વર્ષથી વધુ વયના લોકો ફ્રાન્સમાં કામ કરી શકે છે. ફ્રાન્સ પહોંચ્યા પછી સ્થાનિક પોલીસ સ્ટેશનેથી આ પરમિટ મળી શકશે.
આ પાસપોર્ટ માટે લાયક બનવું હોય તો ફ્રાન્સમાં રોકાણ અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ ૩ મહિના કરતા વધારે સમયનો હોવો જોઈએ. હાઈ ક્વોલિફાઈડ લોકોએ ઓછામાં ઓછા એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ કરવો પડશે. ફ્રાન્સ આવ્યા પછી બે મહિનામાં અરજકર્તાને મલ્ટિયર રેસિડન્સ પરમિટ મળી શકે છે જે વધુમાં વધુ ચાર વર્ષ માટે હશે અને દર ચાર વર્ષે તેને રિન્યુ કરી શકાશે.
તેમાં કામનો પ્રકાર અને સેલેરી ફ્રાન્સે નક્કી કરેલા ધોરણો મુજબ હોય તે જરૂરી છે. ટેલેન્ટ પાસપોર્ટ કેટેગરીમાં સેલેરીના ધોરણ અલગ અલગ હોય છે. કર્મચારી કેવા પ્રોજેક્ટમાં કામ કરે છે તેના આધારે પગાર મિનિમમ વેતનથી લઈને ૧.૮ ગણો હોઈ શકે છે.
હાઈલી ક્વોલિફાઈડ કર્મચારીએ ફ્રાન્સમાં ૧.૫ ગણો સેલેરી મેળવવો જરૂરી છે. જ્યારે કોર્પોરેટ એપોઈન્ટમેન્ટથી કામ કરનારનો પગાર લઘુતમ વેતન કરતા ઓછામાં ઓછો ત્રણ ગણો હોવો જોઈએ.SS1MS