ભાજપના ચૂંટાયેલા જાહેર કરાયેલા ચંદીગઢના મેયરે કમિશ્નરના ઘરે જઈને રાજીનામું આપી દીધું

AAPના કુલદીપ કુમાર ચંડીગઢના મેયર જાહેર-સુપ્રીમ કોર્ટે રિટ‹નગ ઓફિસર અનિલ મસીહને અવમાનનાની નોટિસ ફટકારીને તેનો જવાબ માગ્યો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ચંડીગઢ મેયરની ચૂંટણી પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે આદેશ આપ્યો છે કે મેયરની ચૂંટણીમાં અમાન્ય જાહેર કરાયેલા આઠ બેલેટ પેપર માન્ય ગણવામાં આવશે. જે બાદ આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને મેયર જાહેર કરવામાં આવ્યા હતા. #ChandigarhMayorElections
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિઓના મામલાની સુનાવણી કરી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટ તરફથી બોલાવેલા વકીલોને આઠ ગેરકાયદેસર બેલેટ પેપર બતાવ્યા અને તેમની તપાસ કરી. કોર્ટે સ્વીકાર્યું છે કે આ આઠ મત ગેરકાયદે નથી, પરંતુ માન્ય છે. તેથી આ આઠ મતોની પણ ગણતરી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે રિટ‹નગ ઓફિસર અનિલ મસીહને અવમાનનાની નોટિસ ફટકારીને તેનો જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું કે,’ચૂંટણી અધિકારીએ અહીં ખોટી માહિતી આપી. તેથી તેને અવમાનના દોષી ઠેરવામાં આવે છે અને તેની સામે સીઆરપીસી ૩૪૦ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે’
સુપ્રીમ કોર્ટમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટ‹નગ ઓફિસરે અનિલ મસીહે કબૂલાત કરી હતી કે તેણે જ બેલેટ પેપર પર ક્રોસના નિશાન લગાવ્યા હતા. રિટ‹નગ ઓફિસરની પૂછપરછ કર્યા બાદ કોર્ટે મતગણતરીનો વીડિયો અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો મગાવ્યા હતા, જે કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રિટ‹નગ ઓફિસરના વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટ રૂમમાં જમા કરાવવામાં આવ્યા હતા.
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં બીજેપીના મનોજ સોનકરે ૧૬ મતથી જીત મેળવી હતી. તેમણે આમ આદમી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમારને હરાવ્યા, જેમને ૧૨ મત મળ્યા હતા. રિટ‹નગ ઓફિસર અનિલ મસીહે ગઠબંધનના ભાગીદારોના આઠ મત અમાન્ય જાહેર કરતાં આ મામલે વિવાદ સર્જાયો હતો. જે બાદ બેલેટ પેપરમાં છેડછાડના આક્ષેપો થવા લાગ્યા હતા.
ચંડીગઢ મેયરની ચૂંટણી પછી એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રિટ‹નગ ઓફિસરે અનિલ મસીહેને આપ કાઉન્સિલરો માટે પડેલા બેલેટ પેપર પર ક્રોસના નિશાન કરતા જોવા મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે ૫મી ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન આ ઘટનાની નિંદા કરી હતી અને લોકશાહીની મજાક ગણાવી હતી.
આ સમગ્ર વિવાદ સુપ્રીમકોર્ટમાં પહોંચતા જ રવિવારે જ ભાજપના ચૂંટાયેલા જાહેર કરાયેલા મેયરે કમિશ્નરના ઘરે જઈને રાજીનામું આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર પ્રકરણમાં કડક આલોચના કરી હતી અને તમામ બેલેટ પેપર મંગાવ્યા હતા. સાથે-સાથે તમામ અધિકારીઓને સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતું. આજે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે આખરી દલીલો બાદ સુનાવણી થઈ છે. સુપ્રીમકોર્ટનાં ચુકાદાથી આમ આદમી પાર્ટીમાં હર્ષની લાગણી જોવા મળતી હતી.