લાંભામાં ત્રણ ગેરકાયદે બિલ્ડીંગો પર અમદાવાદ મ્યુનિ. તંત્રના હથોડા ઝીંકાયા
(એજન્સી)મંગળવાર, મ્યુનિસીપલ કમીશનર એમ. થેન્નારસનના આદેશના પગલે શહેરમાં ગેરકાયદે બાંધકામનો હટાવાઈ રહયા છે. શહેરમાં ગેરકાયદે બાંધકામો એ પછી મ્યુનિ. રીઝર્વ પ્લોટમાં થયેલા હોય જાહેર ટીપી રોડનાં હોય કે પછી અન્ય પ્રકારના બંધાર્યો હોય તેની સામે તંત્ર કઠોરતાથી હથોડા ઝીંકી રહયું છે.
શહેરના કોઈ ને કોઈ વિસ્તારમાં રોજેરોજ ઓપરેશન ડિમોલીશન હાથ ધરાઈ રહયું છે. જેના કારણે ગેરકાયદે બાંધકામકર્તાઓમાં ભારે ફફડાટ પણ ફેલાયયો છે. ગઈકાલે દક્ષીણ ઝોનના લાંભા વોર્ડમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના ત્રણ ગેરકાયદે બાંધકામને તંત્ર દ્વારા અસઆરપીના ચુસ્ત બંદોબસ્ત હેઠળ તોડી પાડવામાં આવ્યાં હતાં. સત્તાધીશોને આ કામગીરી નિહાળવા માટે લોકોના ટોળેટોળાં ઉમટયાં હતાં.
દક્ષીણ ઝોનમાં એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા લાંભા વોર્ડમાં ટીપી સ્કીમ નં.૮પ વટવા-પ ફાઈનલ પ્લોટ નં.૩+૬ પૈકી રેફરન્સ સર્વે નં.૬૬૦-૬૬ર પૈકીમાં વટવા કેનાલ રોડ ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનાં ત્રણ ગેરકાયદે બાંધકામ ઉભા થઈ ગયાં હતાં. અલકુલા લેન્ડમાર્ક તરીકે પ્રચલીત વિસ્તારમાં રરર૦ ચો.ફુટ ક્ષેત્રફળ ઉભાં થયેલાં ગેરકાયદે ક બાંધકામ સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે કાર્યાવહી કરાઈ હતી.
તંત્ર દ્વારા ગત ર૩ નવેમ્બર ર૦ર૩ એ આ ગેરકાયદે બાંધકામને સીલ પણ કરવામાં આવ્યું હતું. જોકે બાંધકામના દ્વારા સ્વૈચ્છાએ બાંધકામને દુર કરાયું નહોતું પરીણામે એસ્ટેટ અને ટીડીઓ વિભાગે એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત મેળવી બ્રેકર દબાણગાડી અને ખાનગી કોન્ટ્રાકટરોના મજુરોની મદદથી તેને તોડી નાખ્યું હતું. આ ઉપરાંત હાઈકોર્ટમાં થયેલી અરજીના સંદર્ભમાં સત્તાધીશોએ ટ્રાફીક ડ્રાઈવ હાથ ધરી હતી
અને દક્ષીણ ઝોનમાં જુદા જુદા જાહેર માર્ગગ પર લોકો અને ટ્રાફીકને નડતરરૂપ એવાં દબાણને હટાવ્યાં હતાં. આ અભિયાન હેઠળ સત્તાવાળાઓએ ચાર કાચા શેડને દુર કર્યા હતા. તેમજ સાત લારી, વાંસ વળી પાટીયા વગેરે મળી કુલ ૩૪ પરચુરણ માલસામાનનો તંત્રના ગોડાઉનમાં જમા કરાવી જાહેર માર્ગને ખુલ્લા કર્યા હતા. ગેરકાયદે પ્રદર્શીત કરેલા કુલ ૪ર બોર્ડ અને બેનર્સને પણ દુર કરવામાં આવ્યાં હતાં.
આની સાથે ટ્રાફીકને અવરોધરૂપ બને તેવી રીતે પાર્ક કરાયેલાં છ વાહનને પણ તંત્રએ તાળાં મારી દીધા હતા. ગેરકાયદે પ્રદર્શીત કરેલા કુલ ૪ર બોર્ડ અને બેનર્સને પણ દુર કરવામાં આવ્યાં હતાં. આની સાથે ટ્રાફીકને અવરોધરૂપ બને તેવી રીતે પાર્ક કરાયેલાં છ વાહનને પણ તંત્રએ તાળાં મારી દીધા હતા. ગેરકાયદે પ્રદર્શીત કરેલાં જાહેરાતનાં બોર્ડ આડેધડ કરાયેલું પાર્કીગ દબાણો તેમજ મ્યુન્સિીપલ રીઝર્વ પ્લોટમાં થયેલા દબાણ એમ વિવિધ મામલે મ્યુનિ. સત્તાવાળાઓએ કસુરવારો પાસેથી રૂ.૧.૬પ લાખનો આકરો દંડ વસુલ્યો છે.