Western Times News

Gujarati News

કાશ્મીર ઘાટી અને લદ્દાખમાં આ દિવસોમાં બરફ વર્ષા પડી રહી છે

જમ્મુ-કાશ્મીર, દેશના સ્વર્ગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરમાં હાલ વિચિત્ર ઋતુ જોવા મળી રહી છે.. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે જ્યારે શ્રીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બરફ વર્ષા અને વરસાદના કારણે હાલ જમ્મુ કાશ્મીરના અનેક ભાગોમાં વાતાવરણનો વિચિત્ર અનુભવ થઈ રહ્યો છે.

જમ્મુ કાશ્મીરના ખારીના આ દ્રશ્યો છે. સફેદ બરફની ચાદરમાં ટ્રેન પણ ઢંકાય ગઈ છે અને ટ્રેનના પાટા પણ. જમ્મુ કાશ્મીરનો આવો નજારો ક્યારેક જ જોવા મળે છે.. પહાડોના દ્રશ્યો એવા છે જાણે બરફની દિવાલ ચણાય ગઈ હોય..

બરફવર્ષાથી બચવા માટે સહેલાણીઓ છત્રીનો સહારો લઈ રહ્યા છે.. ખારી રેલવે સ્ટેશન પર હાલ માત્રને માત્ર બરફ સિવાય બીજું કશું નથી.. જમ્મુ કાશ્મીરમાં સતત ત્રણ દિવસની બરફવર્ષા બાદ આ સ્થિતિ જોવા મળી છે.. લોકો સેલ્ફી લઈ રહ્યા છે, કુદરતના આ અદભૂત સુખનો આનંદ માણી રહ્યા છે.

આના એક દિવસ પહેલાં રાજ્યના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે.. આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના છે.. બરફવર્ષાના કારણે માહોલ જ બદલાય ગયો છે.. બરફવર્ષાથી જાણે ધરતીએ સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.. ઘરની છત પર પણ બરફની ચાદર પથરાય ગઈ છે.. એવું લાગી રહ્યું છેકે, આ ભારતના નહીં પરંતુ યુરોપના કોઈ દેશના દ્રશ્યો હોય..

દેશના પ્રથમ રાજ્ય જમ્મુ કાશ્મીરની આ પરિસ્થિતિ છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડ્યો છે જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.. હકીકતમાં જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાઈ રહી છે.

હવામાન વિભાગનું કહેવું છેકે, આગામી બે દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત્ રહેશે.. શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં તો બરફવર્ષા અને વરસાદ સાથે પડી હતી.. વરસાદના કારણે શ્રીનગરના રાજમાર્ગો ભીના થઈ ગયા હતા.

બદલાતા વાતાવરણના મિજાજના કારણે જમ્મુ કાશ્મીરમાં સહેલાણીઓ પણ વાતાવરણનો આનંદ ઉઠાવવા માટે પહોંચી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષા સાથે થયા હોય એવા સંયોગ ખુબ જ ઓછા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.