મુંબઈથી હૈદરાબાદ જવા નીકળેલી રશ્મિકા મંદાનાનો જીવ માંડ માંડ બચ્યો
મુંબઈ, એક્ટ્રેસ રÂશ્મકા મંદાનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી હતી જેનાથી તેના ફેન્સ ચિંતાતુર થયા હતા. રÂશ્મકાના કહેવા પ્રમાણે, તેણે ફ્લાઈટની જર્ની દરમિયાન મોતને નજર સમક્ષ જોયું હતું.
રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફ્લાઈટમાં બેઠેલી પોતાની તસવીર શેર કરતાં લખ્યું, “તમારી જાણકારી માટે જણાવી દઉં કે, આજે મોતને નજર સમક્ષ જોયું ત્યારે અમે આવા લાગતા હતા.” આ સાથે જ તેણે કેટલાક હસતા ઈમોજી શેર કર્યા હતા. તસવીરમાં રÂશ્મકા સાથે ‘ખાખીઃ ધ બિહાર ચેપ્ટર’ની એક્ટ્રેસ શ્રદ્ધા દાસ જોવા મળી રહી છે.
શ્રદ્ધા અને રÂશ્મકા મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં સવાર હતા. જોકે, ફ્લાઈટ ઉડાણ ભર્યાની ૩૦ મિનિટમાં જ અચાનક આવી પડેલા ટેÂક્નકલ ઈશ્યૂને લીધે પાછી ફરી હતી. આ ઘટનામાં કોઈને ઈજા ના થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રશ્મિકા અને શ્રદ્ધા વિસ્તારાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શ્રદ્ધા અને રÂશ્મકા સહિતના તમામ મુસાફરોને ટેÂક્નકલ ખામીના લીધે ભયંકર અનુભવ થયો હતો. ટર્બ્યુલન્સના લીધે પેસેન્જરો ભયભીત થયા હતા. આ ઘટના અંગે વિસ્તારા તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.
વિસ્તારાના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું, “૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટ ૫૩૧માં ટેકઓફ થયાની થોડી જ વારમાં ખામી સર્જાઈ હતી. તકેદારીના પગલા રૂપે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરતાં પાયલટ્સે ફ્લાઈટ પાછી વાળવાનું નક્કી કર્યું.
તેમણે સુરક્ષિત રીતે ફ્લાઈટને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરી હતી. આ વિમાનને ફરીથી ઉપયોગમાં લેતાં પહેલા તેમાં જરૂરી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
દરમિયાન, બીજા એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી અને ટૂંક સમયમાં જ તે હૈદરાબાદ માટે રવાના થયું હતું. પેસેન્જરોને થયેલી અસુવિધા દૂર કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમને રિફ્રેશમેન્ટસ પણ આપવામાં આવ્યા હતા. ગ્રાહકો અને સ્ટાફની સુરક્ષા વિસ્તારા માટે સૌથી અગત્યની છે.”
જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના નેહા ધૂપિયાના ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ની છઠ્ઠી સીઝનમાં ગેસ્ટ તરીકે જોવા મળશે. આ જ એપિસોડના શૂટિંગ માટે રશ્મિકા મુંબઈ આવી હતી. તાજેતરમાં જ નેહા અને રશ્મિકા મુંબઈમાં આ શો માટે રેકો‹ડગ કરતાં જોવા મળ્યયા હતા.
રશ્મિકાએ એપિસોડ માટે બ્લૂ જિન્સ અને બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું. આ શોની છઠ્ઠી સીઝનમાં રÂશ્મકા ઉપરાંત શાહિદ કપૂર, કાર્તિક આર્યન અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે.
વર્કફ્રંટની વાત કરીએ તો, રશ્મિકા મંદાના હવે ‘પુષ્પા ૨’માં જોવા મળશે. અલ્લુ અર્જુન અને રÂશ્મકા મંદાનાના લીડ રોલવાળી આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની છે.
ફિલ્મના પહેલા ભાગ ‘પુષ્પાઃ ધ રાઈઝ’માં રÂશ્મકાએ શ્રીવલ્લીનો રોલ કર્યો હતો અને ખાસ્સી પોપ્યુલારિટી મેળવી હતી. સાઉથની ફિલ્મો સાથે-સાથે રશ્મિકા હવે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન બનાવી રહી છે.
હાલ તો રશ્મિકા ફિલ્મ ‘એનિમલ’ની સફળતામાં રાચી રહી છે. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ લીડ રોલમાં હતા. આ ફિલ્મની સીક્વલ ‘એનિમલ પાર્ક’ પણ આવશે, જેમાં રણબીર ડબલ રોલમાં દેખાશે એવી ચર્ચા છે.SS1MS