દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ: શાહરૂખ બન્યો બેસ્ટ એક્ટર
મુંબઈ, દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એવાં એક દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડનું મંગળવારે મોડી સાંજે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં શાહરૂખ ખાન, બોબી દેઓલ, નયનથારા, કરીના કપૂર ખાન, સુનીલ ગ્રોવર, આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, શાહિદ કપૂર, વિક્રાંત મેસી, એટલી, રાની મુખર્જી સહિતની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
આ એવોર્ડમાં શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. શાહરૂખ ખાનને તેની ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
શાહરૂખ ખાને આ એવોર્ડ જીતવા બદલ જ્યુરીનો આભાર માન્યો કહ્યું કે છેલ્લી ઘડી સુધી મને ખ્યાલ નહોતો કે મેં આ એવોર્ડ જીતી લીધો છે. એવોર્ડ જીત્યા બાદ શાહરૂખ ખાને કહ્યું, ‘હું આ સન્માન માટે મને પસંદ કરવા બદલ સમગ્ર જ્યુરીનો આભાર માનું છું.
શાહરૂખ ખાને કહ્યું કે તેને ઘણા વર્ષોથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો નથી. મને લાગવા માંડ્યું કે હવે મને આ એવોર્ડ નહીં મળે. કિંગ ખાને કહ્યું કે તે આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છે અને એવોર્ડ મળ્યા બાદ તે હંમેશા સારું અનુભવે છે. નોંધનીય છે કે શાહરૂખ ખાનને તેની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘જવાન’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કોણે જીત્યા એવોર્ડ
બેસ્ટ એકટર (નેગેટિવ) – બોબી દેઓલ
બેસ્ટ ડિરેક્ટર – સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ)
બેસ્ટ એક્ટર- શાહરૂખ ખાન (જવાન)
બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ કેટેગરી) – વિકી કૌશલ (સેમ બહાદુર)
બેસ્ટ એક્ટ્રેસ- નયનથારા (જવાન માટે)
SS1MS