Western Times News

Gujarati News

બોલીવુડ અભિનેતા અજય દેવગને ક્રિકેટમાં રોકાણ કર્યું

મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગને ક્રિકેટમાં રોકાણ કર્યું છે. એક્ટર ટૂંક સમયમાં ક્રિકેટ પ્રેમીઓ માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્‌સ લાવી રહ્યો છે જેમાં યુવરાજ સિંહ, બ્રેટ લી, કેવિન પીટરસન, સુરેશ રૈના અને શાહિદ આફ્રિદી જેવા પ્રખ્યાત ક્રિકેટરો ક્રિકેટ રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ એજબેસ્ટન સ્ટેડિયમ, બ‹મગહામ, યુકેમાં યોજાશે.

આની જાહેરાત કરતા અજયે એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું, ‘મને તમારી સાથે શેર કરતાં આનંદ થાય છે કે હું રમત પ્રત્યેના મારા પ્રેમને કંઈક વિશેષમાં ફેરવવા જઈ રહ્યો છું. મેં એક નવા સાહસમાં રોકાણ કર્યું છે અને તમારા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ આૅફ લિજેન્ડ્‌સ લાવી રહ્યો છું. આ પોસ્ટની સાથે અજયે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે આ ચેમ્પિયનશિપ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.

ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો વ્યક્ત કરતાં અજય દેવગનેકહ્યું કે એક ક્રિકેટ પ્રેમી તરીકે, ક્રિકેટના દિગ્ગજોને ફરી એકસાથે રમતા જોવું એ મારા માટે એક સ્વપ્ન સાકાર થયું છે. આ ટૂર્નામેન્ટ માત્ર ક્રિકેટની ગમગીની જ નહીં પરંતુ સિનેમા અને ક્રિકેટ વચ્ચેના બોન્ડને પણ દર્શાવે છે.

વર્કફ્રન્ટ પર અજયની આગામી ફિલ્મ ‘શૈતાન’ છે. આ સુપરનેચરલ હોરર Âથ્રલર ફિલ્મમાં અજય ઉપરાંત જ્યોતિકા અને માધવન પણ જોવા મળશે. મેકર્સે તાજેતરમાં જ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે. માધવન આમાં વિલન બન્યો છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૮ માર્ચે રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.