મોડેલ તાનિયા એક મેચ પ્લેયરના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે
સુરત, સુરતમાં ૨૮ વર્ષીય મોડેલે કરેલી આત્મહત્યા અંગે મોટો ખુલાસો થયો છે. મૂળ રાજસ્થાનની તાન્યા નામની મોડેલે પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. જી હા..મોડી રાત્રે ઘરે આવ્યા પછી તાન્યાએ ગળેફાંસો ખાઈ લીધો હતો.
તાન્યાએ આત્મહત્યા કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ પ્રેમ પ્રકરણના લીધે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરાઈ છે. સુરત મોડેલની આત્મહત્યા મામલે મોટો ખુલાસો થયો છે. મોડેલ તાનિયા એક મેચ પ્લેયરના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. વેસુ પોલીસની તપાસમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.
સુરત મોડેલની આત્મહત્યા મામલે મોટો ખુલાસો થયો છે. ૨૮ વર્ષીય મોડેલે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસ જોઈ રહી છે. વેસુ પોલીસે ક્રિકેટર ખેલાડીને પૂછપરછ માટે બોલાવાયો છે. તાનિયા અને આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જણાઈ રહ્યું છે. મોત વ્હાલું કરતા પહેલા તાનિયાએ અભિષેક શર્માને ફોન કર્યાં હતો અને વેસુ પોલીસના હાથમાં કોલ ડિટેલ્સને આધારે આ વાત સામે આવી છે.
તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થતી હતી. પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ જ તાનિયાએ ગળેફાસો ખાધો હતો. તાનિયાના આપઘાતમાં ક્રિકેટરનું નામ સામે આવતાં પોલીસને મોટી કડી હાથ લાગી છે અને તેણે અભિષેકને બોલાવીને પૂછપરછ શરુ કરી છે.
અભિષેક શર્મા આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી છે. તેણે આઈપીએલની ૪૭ મેચમાં ૮૯૩ રન બનાવ્યા છે. જેમાં એક ઈનિંગમાં તેના સૌથી વધુ ૭૫ રન છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં તેણે ૪ ફિફ્ટી ફટકારી છે અને ૯ વિકેટ પણ ઝડપી છે. જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટ પંજાબમાંથી રમે છે.
સુરતના વેસુ વિસ્તારમાં ૨૮ વર્ષય મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૂળ રાજસ્થાનની અને સુરતમાં મોડલિંગ કરતી તાન્યા સિંગે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. જોકે, તેના આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી.
સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. સુરતમાં વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સી આપઘાતનો બનાવ બન્યો હતો. તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
પરિવારીન એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ છે. તાન્યાના પિતા સુરતની એક મિલમાં કામદાર છે. તાન્યા ગત રોજ રાત્રે ઘરે આવી હતી, અને તેના બાદ તેણે આપઘાત કર્યો હતો. આખરે તેની સાથે શું થયુ હતું.
વહાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માંગતી હતી. જોકે, તેણે પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, હજી આ મામલે તપાસ ચાલી રહી છે.SS1MS