સાપુતારા ઘાટ માર્ગ પર કન્ટેનર પલટી જતા વાહન ચાલકનું મોત
ડાંગ, સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દ્રાક્ષ ભરેલ કન્ટેનર ભેખડ સાથે અથડાઈને પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કન્ટેનર પલટી જતાં ચાલક દબાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું.મહારાષ્ટ્રનાં નાસિકથી દ્રાક્ષનો જથ્થો ભરી કન્ટેનર કચ્છ જઇ રહ્યું હતું.
ટ્રક ચાલક શંભાજીભાઈ લક્ષમણભાઈ માળી કન્ટેનરની કેબિનમાં દબાઈ જતા હાથ,પગ,અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનામાં ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચતા સારવાર અર્થે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો. અકસ્માતનાં બનાવ અંગે સાપુતારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS