રાજપારડી રોડ પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના
ભરૂચ, ઝઘડીયા તાલુકાના રાજપારડી રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કર વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઇ હતી કે એક કાર પલટી ગઈ હતી. ઘટનામાં સદનસીબે બંને કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
એક કાર રોડ ક્રોસ કરતી હતી ત્યારે પાછળથી આવતી કાર તેની સાથે ટકરાઈ ગઈ હતી. સદ્દનસીબે બંને કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો. બનવ સંદર્ભે ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.SS1MS