પાલમાં વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ફેલાવનાર જાનૈયાઓ પાસેથી દંડ વસૂલાયો
સુરત, પાલમાં ઇ્ર્ં પાસે વરઘોડામાં ફટાકડા ફોડાતાં જાનૈયાઓ પાસેથી ૭ હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. વરાછા – લિંબાયત બાદ પાલ રોડ પર થતા કચરા સામે વધુ એક કાર્યવાહી કરાઈ છે. આ આગાઉ પણ કચરો ફેલાવનાર જાનૈયાઓને દંડ ફટકારાયો હતો.
ઉલ્લેખનીય છે કે સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર વન પર આવ્યું છે જેને લઇ શહેરના આ ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની જવાબદારી પણ વધી છે.
શહેરમાં લગ્નની સિઝન જોરશોરમાં ચાલી રહી છે ત્યારે વરાછા – લિંબાયત બાદ હવે પાલિકાએ પાલ વિસ્તારમાં કાર્યવાહી કરી છે.
આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડા ને દંડ ફટકારાયો છે.જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતાં પાલિકા દ્વારા રૂપિયા ૭,૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.SS1MS