અભિનેતા સંજય મિશ્રાએ ૧૫૦ રૂપિયા માટે વાસણ ધોયા
મુંબઈ, દિગ્ગજ અભિનેતા સંજય મિશ્રાએ હિન્દી ફિલ્મોમાં શાનદાર ઈનિંગ્સ રમી હતી, પરંતુ પ્રથમ વખતમાં સફળતા ન મળતાં આ અભિનેતાએ નિરાશ થઈને ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો.
સંજય મિશ્રાને બોલિવૂડમાં ભલે સુપરસ્ટાર સ્ટારડમ ન મળ્યું હોય, પરંતુ તે એક સારા અભિનેતા તરીકે પોતાને સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે.
કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર સંજય મિશ્રાએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ખ્યાતિ એક એવી વસ્તુ છે, જેના માટે તેણે ક્યારેય કામ કર્યું નથી. અભિનેતાના મતે, એક વાસ્તવિક કલાકારનું કામ તેની કલા દ્વારા દર્શકોના દિલમાં સ્થાન બનાવવાનું છે.
સંજય મિશ્રાએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે પોતાની કળા પોતાના દર્શકોને આપે છે અને જો દર્શકો તેની કળાને માન આપે છે તો તે એક અભિનેતા તરીકે સફળ છે. અભિનેતાના કહેવા પ્રમાણે, તેને તેના કામથી સંતોષ મળે છે અને તે તેનાથી ખુશ છે. તે પોતાની કારકિર્દી માટે પોતાનું જીવન બલિદાન આપવા માંગતો નથી, બલ્કે તે પોતાનું જીવન મુક્તપણે જીવવા માંગે છે અને તેનો આનંદ માણવા માંગે છે.
આજે નામ અને ફેમ ન જોતા સંજય મિશ્રાનું જીવન પ્રત્યે હંમેશા આવું વલણ નહોતું. અભિનેતાના જીવનમાં એક એવો સમયગાળો આવ્યો, જ્યારે ફિલ્મોમાં કામ ન મળવાથી નિરાશ થઈને અભિનેતાએ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો. તે પ્રવાસ સંજય મિશ્રાના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો.
અભિનેતાએ તેના જૂના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે જ્યારે મુંબઈમાં હતો ત્યારે તે ગંભીર રીતે બીમાર પડ્યો હતો. પેટમાં ઈન્ફેક્શનના કારણે અભિનેતાની હાલત ખરાબ થઈ ગઈ હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘હું બિલકુલ મારી મૃત્યુશૈયા પર હતો, મારા પિતા સાથે થોડા દિવસો રહ્યો અને પછી અચાનક મારા પિતાનું અવસાન થયું હતું.
તેમના જવાથી હું વ્યથિત થઈ ગયો હતો. સંજય મિશ્રા પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ મુંબઈ પાછા ફરવા માંગતા ન હતા. તે શાંતિની શોધમાં ઋષિકેશ ગયો હતો. ત્યાં ટકી રહેવા માટે, તે એક ઢાબામાં કામ કરતો હતો, જ્યાં તેને વાસણો ધોવા અને રસોઈ માટે દરરોજ ૧૫૦ રૂપિયા મળતા હતા.
સંજય મિશ્રાના કહેવા પ્રમાણે, ધીરે ધીરે ઢાબા પર આવતા ગ્રાહકો તેમને ઓળખવા લાગ્યા અને પછી એક દિવસ તેમને ડિરેક્ટર રોહિત શેટ્ટીનો ફોન આવ્યો હતો. રોહિત શેટ્ટીના એક ફોન કોલે સંજય મિશ્રાની જિંદગી બદલી નાખી હતી. દિગ્દર્શકે તેને ‘ઓલ ધ બેસ્ટ’ ઓફર કરી અને ફિલ્મમાં કામ મળતા જ સંજય મિશ્રા મુંબઈ પરત ફર્યા હતા.SS1MS