Western Times News

Gujarati News

ટ્વિંકલ ખન્નાએ પુરુષોની તુલના પોલીથીન બેગ સાથે કરતાં જ કંગનાનો પિત્તો ગયો

મુંબઈ, કંગના રનૌત ઘણીવાર તેના સ્પષ્ટવક્તા અને નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તે બી-ટાઉનથી લઈને રાજનીતિની દુનિયા સુધીના દરેક મુદ્દા પર ખુલીને બોલતી જોવા મળે છે. અભિનેત્રી સામાન્ય રીતે નેપોટિઝમ વિશે બોલતી જોવા મળે છે.

આ વખતે કંગનાએ ટ્વિંકલ ખન્નાને ટાર્ગેટ કરી છે અને તેના નેપોટિઝમના દાવા પર આકરા પ્રહારો કર્યા છે. વાસ્તવમાં, કંગના રનૌતે ટ્વિંકલ ખન્નાના પોલીથીન બેગ સાથે પુરુષોની તુલના કરવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઈન્સ્ટાગ્રામ પર ટ્વિંકલ ખન્નાના જૂના ઈન્ટરવ્યુની ક્લિપ શેર કરતા કંગનાએ લખ્યું – ‘આ વિશેષાધિકૃત લોકો શું છે જેઓ તેમના પુરુષોને પોલિથીન બેગ કહે છે, શું તેઓ કુલ બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે? કંગનાએ આગળ લખ્યું – ‘ચાંદીની ચમચીથી જન્મેલા નેપો બાળકોને સોનાની થાળીમાં ફિલ્મી કરિયર મળી, પરંતુ તેઓ તેની સાથે બિલકુલ ન્યાય ન કરી શક્યા, માતૃત્વનો સ્વાર્થ પણ તેમના માટે ખુશી અને સંપૂર્ણ નથી પરંતુ તેમના કિસ્સામાં એક શ્રાપ જેવું લાગે છે.

તેઓ ખરેખર શું બનવા માંગે છે? શાકભાજી? શું આ નારીવાદ છે? ટ્વિંકલ ખન્નાને એક જૂના ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તેને કેવી રીતે સમજાયું તે એક ફેમિનિસ્ટ છે. તેના પર ટ્વિંકલે કહ્યું હતું કે તેની માતા ડિમ્પલ કાપડિયાએ તેને મોટી થતાં શીખવ્યું હતું કે મહિલાઓને પુરુષોની જરૂર નથી. ટ્વિંકલેકહ્યું, ‘અમે ક્યારેય નારીવાદ કે સમાનતા કે કોઈ પણ બાબતની વાત કરી નથી. પરંતુ તે ખૂબ જ સ્પષ્ટ હતું કે માણસની જરૂર નથી.

ટ્વિંકલે કહ્યું હતું કે, ‘એક માણસ હોવો ખૂબ સારુ હોચૃત, જેમ કે તમારી પાસે એક સરસ હેન્ડબેગ હશે. પરંતુ હજુ પણ જો તમારી પાસે પ્લાસ્ટિક બેગ હોય તો તે કામ કરશે. તેથી હું આ ખ્યાલ સાથે મોટી થઈ અને લાંબા સમય સુધી મને લાગ્યું કે તેમની કોઈ ખાસ જરૂર નથી. નોંધનિય છે કે,કંગના રનોત તેના આખા બોલા પણા માટે જાણીતી છે. તે અવારનવાર બોલિવૂડ પર નિવેદનો આપતી રહે છે. જેના કારણે તેને ઘણીવાર મુશ્કેલીન પણ સામનો કરવો પડ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.