પિતા ક્યારેક-ક્યારેક ભટકી જાય છે: અભિનેત્રી સોનમ
મુંબઈ, અનિલ કપૂર હવે ૬૮ વર્ષના છે પરંતુ તેમની ફિટનેસ પરથી તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અનિલ કપૂરને વારંવાર આ સવાલ પૂછવામાં આવે છે કે તે આટલો ફિટ કેવી રીતે છે? હવે તેની પુત્રી સોનમ કપૂરે પોતે તેના પિતાની ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું છે.
આ સાથે તેણે તેના કાકા બોની કપૂર અને સંજય કપૂરનો પણ ઉલ્લેખ કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં સોનમને અનિલ કપૂરની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં તેણે કહ્યું કે, અનિલ કપૂર ન તો પીવે છે કે ન તો ધૂમ્રપાન (ન તો દારૂ કે ન સિગારેટ) કરે છે.
સોનમના કહેવા પ્રમાણે અનિલ કપૂર એવું કંઈ નથી કરતા જેનાથી તેના શરીરને કોઈ નુકસાન થાય. વાતચીત દરમિયાન સોનમ કપૂરે તેના કાકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે બોની કપૂર વિશે કહ્યું- ‘બોની કાકાને સુખી જીવન જીવવું ગમે છે. તેને ખાવા-પીવાનો ખૂબ જ શોખ છે. ઈન્ટરવ્યુમાં સોનમ કપૂરે જણાવ્યું કે, જ્યારે તેના પિતા સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે, તો સંજય કપૂર સાધારણ જીવન જીવે છે.
સોનમે આગળ કહ્યું- ‘સંજય કાકા વચ્ચેના છે, પરંતુ ત્રણેય ખૂબ જ સ્વસ્થ અને સારા દેખાઈ રહ્યા છે.’ સોનમે અનિલ કપૂરની ફિટનેસનો શ્રેય પણ તેની માતાને આપ્યો છે. તેણે કહ્યું કે, પિતા ક્યારેક-ક્યારેક ભટકી જાય છે, પરંતુ માતા તેને ઈન્ડિયન વાઈફની જેમ ઠપકો આપીને કંટ્રોલ કરે છે.
અનિલ કપૂરના લેટેસ્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો તેમાં ‘ફાઈટર’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેણે રણબીર કપૂરની ‘એનિમલ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘એનિમલ’એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. આ મુવીમાં વર્લ્ડવાઈડ અંદાજે ૯૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
‘ફાઇટર’માં અનિલ કપૂર સાથે દીપિકા પાદુકોણ અને રિતિક રોશન લીડ રોલમાં જોવા મળ્યા હતા. જ્યારે સોનમ કપૂર છેલ્લે ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં જોવા મળી હતી. આ મુવીમાં તેણે એક કેરેક્ટર ભજવ્યું છે જે જોઈ શકતી નથી.SS1MS