ભારતીયોને પોતાના ઘરે જ સમય વિતાવવાનું પસંદ કરે છે : ગોદરેજ ઈન્ટિરિયો ‘હોમસ્કેપ્સ’ અભ્યાસ
બ્રાન્ડના ‘હોમસ્કેપ્સ’ અભ્યાસના મતે ફર્નિચર સિલેક્શન એ ગ્રાહકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે
મુંબઈ, આધુનિક ભારતના ઝડપથી વિકસતા અને ડાયનેમિક ક્ષેત્રે લોકો તેમના ઘરને જે પ્રકારે ધ્યાનમાં લે છે તેમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે એમ ગોદરેજ ગ્રુપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોય્સના બિઝનેસ ગોદરેજ ઇન્ટિરિયો દ્વારા હાથ ધરાયેલા ‘હોમસ્કેપ્સ’ અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ સંશોધન ઘરસજાવટની વસ્તુઓ માટે તેમની પસંદગીઓમાં લોકોનું વ્યક્તિત્વ તથા મૂલ્યોની વિશિષ્ટ અભિવ્યક્તિ પર પ્રકાશ પાડે છે જે ઘર અને વ્યક્તિગત વિકાસ વચ્ચેના અજોડ સંબંધ પર ભાર મૂકે છે.
રિપોર્ટનો અભ્યાસ બદલાતી ગ્રાહક વર્તણૂંકના રસપ્રદ પાસાં રજૂ કર્યા હતા અને પર્સનલ સ્પેસના મહત્વ તથા વ્યક્તિના વિકાસ સાથે તેના સંબંધ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કેવી રીતે વધુને વધુ ભારતીયો તેમના ઘરની અંદર જ સક્રિયપણે પોતાના માટેનો સમય ઝંખી રહ્યા છે. કામ કરતા વધુને વધુ ભારતીયો તેમના કામ અને ઘર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વ્યક્તિગત સમય હવે લક્ઝરી બની ગયો છે.
‘હોમસ્કેપ્સ’ના અભ્યાસ મુજબ વધુ ભારતીયો હવે પોતાના માટે સમય ઇચ્છી રહ્યા છે જ્યાં તેઓ ઘરે તેમની પર્સનલ સ્પેસમાં સમય ગાળી શકે. આ રિપોર્ટ એ હકીકત પર પણ ભાર મૂકે છે કે જ્યારે પોતાનું ઘર ખરીદવાનું હોય ત્યારે વધુને વધુ ભારતીયો સૌથા પહેલા પર્સનલ સ્પેસ/કોર્નર અંગે વિચારે છે. વાસ્તવમાં મુંબઈ (37 ટકા) અને કોલકાતા (31 ટકા)માં દર ત્રણમાંથી એક સહભાગી અને બેંગાલુરુમાં (27 ટકા) ચોથા ભાગના સહભાગીઓ સ્વીકારે છે કે તેઓ જ્યારે તેમના પહેલા ઘરની કલ્પના કરતા હોય છે ત્યારે સૌથી પહેલા તેમની પર્સનલ સ્પેસ વિશે વિચારે છે જ્યાં તેઓ શાંતિથી એકલા પોતાની પ્રવૃત્તિમાં મગ્ન રહી શકે.
ગોદરેજ ઇન્ટિરિયોના બિઝનેસ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સ્વપ્નિલ નાગરકરે આ ટ્રેન્ડ વિશે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે “‘હોમસ્કેપ્સ’ રિસર્ચ લોકો, તેમના પરિવારો અને તેમના ઘર વચ્ચેના લાગણીશીલ સંબંધોને દર્શાવે છે. અમારો અભ્યાસ ગ્રાહકોના અસ્તિત્વના મહત્વના પાસાં એવા તેમના ઘર અંગે તેમની લાગણીઓને શોધે છે જે તેમના જીવનનું પ્રતિબિંબ પાડે છે.
સર્વેના ડેટા જગ્યાના ઉપયોગ અને તેની સુંદરતા બંને પર પ્રાથમિકતા આપવામાં થયેલા ફેરફારને દર્શાવે છે જે સુનિશ્ચિત કરે છે કે ઘરો ન કેવળ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત પરંતુ સૌ કોઈને આમંત્રિત કરે તેવા અને સુંદર રીતે સજાવટ કરેલા હોવા જોઈએ. ગોદરેજ ઇન્ટિરિયો ખાતે અમે એવા ફર્નિચર બનાવવામાં ગર્વ અનુભવીએ છીએ જે પહેલી નજરે સુંદર લાગે અને મોર્ડન ભારતીય લાઇફસ્ટાઇલને પૂરક બનાવે તેવા ફીચર્સ ધરાવતા હોય. અમારા ફર્નિચર વ્યક્તિના ઘર અને જીવનશૈલીનું અભિન્ન અંગ બની ગયા છે જે શૈલી અને વ્યવહારિકતા બંનેનું પ્રતીક છે.”
આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોલકાતા, બેંગાલુરુ અને મુંબઈ એ ટોચના ત્રણ શહેરો છે જે બહારની દુનિયાની હલચલથી પોતાના ઘરમાં શરણું શોધી રહ્યા છે. લગભગ 33 ટકા સહભાગીઓએ દાવો કર્યો છે કે તેમનું ઘર આરામ કરવા, પોતાના માટે સમય આપવા, સૂવા, ધ્યાન ધરવા, પોતાની સંભાળ રાખવામાં ધ્યાન આપવા, તેમની બાલ્કનીના ગાર્ડનમાં સમય પસાર કરવા વગેરે માટેનું તેમનું અભયારણ્ય છે.
કોલકાતામાં અડધાથી વધુ સહભાગીઓ (56 ટકા), બેંગાલુરુમાં 40 ટકા સહભાગીઓ અને 39 ટકા સહભાગીઓએ આ જ પ્રકારનો દાવો કર્યો છે. અભ્યાસ વધુમાં સૂચવે છે કે 44 ટકા સહભાગીઓએ છેલ્લા બેથી ત્રણ વર્ષમાં તેમના ઘરમાં બાલ્કની ગાર્ડન કે મિની ગાર્ડન બનાવ્યો છે. લગભગ અડધા જેટલા એટલે કે 46 ટકા સહભાગીઓએ દાવો કર્યો છે કે તેમણે ઘરે જ નવું વર્ક-આઉટ કે યોગાભ્યાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત 56 ટકા સહભાગીઓએ લિવિંગ રૂમમાં કે આંગણામાં મૂકેલી તેમની ફેવરિટ ખુરશીમાં સવારની ચા કે કોફીનો આનંદ માણવાની જૂની પરંપરાને ફરીથી શરૂ કરવાની ઈચ્છા દર્શાવી હતી. આ સર્વે બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને લખનૌ સહિતના સાત શહેરોમાં રહેતા 2,822 ભારતીયોમાં હાથ ધરવામાં આવ્યો હતો.