Western Times News

Gujarati News

૨૬ ફેબ્રુઆરીએ ટ્રેક્ટર આક્રોશ રેલીની જાહેરાત, હાઇવે કરશે બ્લોક

નવી દિલ્હી, સંયુક્ત કિસાન મોરચા એ પંજાબ-હરિયાણા વચ્ચે જીંદની ખનૌરી બોર્ડર પર ખેડૂત શુભકરણ સિંહના મૃત્યુના મામલામાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ અને રાજ્યના ગૃહ પ્રધાન અનિલ વિજ સામે હત્યાનો કેસ નોંધવાની અને રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે.

મૃતકના પરિવારને ૧ કરોડ આપવાની માંગ કરી છે. આ ઘટનાના વિરોધમાં મોરચાએ શુક્રવારે બ્લેક ડે મનાવવાની જાહેરાત કરી છે, સોમવારે દેશભરના રાજમાર્ગો પર ટ્રેક્ટર આક્રોશ રેલી અને ૧૪ માર્ચે દિલ્હીમાં ખેડૂત-મજૂર મહાપંચાયતનું આયોજન કર્યું છે.

ખેડૂતોએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી, સીએમ અને વિજના પૂતળા દહન કરવાની પણ જાહેરાત કરી છે. ચંદીગઢમાં SKM નેતાઓની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

જોગીન્દર ઉગરાહા, દર્શનપાલ, રવિન્દર પટિયાલા, બલબીર રાજેવાલ, યુદ્ધવીર સિંહ, હન્નાન મૌલા, રાકેશ ટિકૈત સહિત ઘણા ખેડૂત નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો.

ખેડૂતોના આંદોલનના સમર્થનમાં અને શુભકરણના મોતના વિરોધમાં પંજાબમાં ખેડૂત સંગઠનોએ ત્રણ કલાક સુધી હાઈવે બ્લોક કરીને વિરોધ કર્યો હતો. અંબાલા પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ ખેડૂત નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત કરી છે.

પોલીસે જણાવ્યું કે, ખેડૂત નેતાઓની ઉશ્કેરણી પર ખેડૂતો શંભુ બોર્ડર પર પથ્થરમારો કરી રહ્યા છે. જેના કારણે ૩૦ જવાનોને ઈજા થઈ છે, એક પોલીસકર્મીને બ્રેઈન હેમરેજ થયું છે અને બેના મોત થયા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે કેન્દ્ર ખેડૂતોના હિતમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

અમે ખેડૂતોને કહ્યું છે કે તેઓ સાથે મળીને ઉકેલ શોધે જેથી તે દરેક માટે ફાયદાકારક હોય. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી સરકારે ખેડૂતોને સમૃદ્ધ, સશક્ત અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં લીધા છે. ખેડૂતોના હિતમાં જ આગળના નિર્ણયો લેવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.