શાહિદ કપૂર દીકરીથી છૂપાઈને સ્મોકિંગ કરતો હતો
મુંબઈ, આ દિવસોમાં શાહિદ કપૂર તેની ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ની સક્સેસને એન્જોય કરી રહ્યો છે. આ ફિલ્મમાં કૃતિ સેનન અને ડિમ્પલ કાપડિયા જેવી અભિનેત્રીઓ છે.
આ ફિલ્મે હાલમાં જ ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. શાહિદ તાજેતરમાં નેહા ધૂપિયાના ચેટ શો – ‘નો ફિલ્ટર નેહા’માં દેખાયો હતો અને તેણે એક ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તે હવે સ્મોકિંગ કરતો નથી. પહેલા તે ખૂબ સ્મોકિંગ કરતો હતો. તે તેની પુત્રી મીશાથી છૂપાઈને સિગારેટ પીતો હતો. શાહીદે કહ્યું કે હવે તેણે સિગારેટ પીવાનું બંધ કરી દીધું છે. શાહિદ કપૂરે આનું કારણ પણ જણાવ્યું છે.
તેણે કહ્યું કે તે પોતાની દીકરીથી સ્મોકિંગની હકીકત છૂપાવતો હતો અને હવે તેણે તેની આદત છોડી દીધી છે કારણ કે તે હવે મીશાથી છૂપાવવા માંગતો નથી. શાહિદે કહ્યું, “જ્યારે હું સ્મોકિંગ કરતો હતો, ત્યારે હું મારી દીકરીથી છૂપાઈને સિગારેટ પીતો હતો.
તેથી જ મેં સિગરેટ છોડી દીધી છે. શાહિદ કપૂરે કહ્યું, “એક દિવસ, જ્યારે હું છૂપાઈને સ્મોકિંગ કરી રહ્યો હતો, ત્યારે મેં મારી જાતને સવાલ કર્યો હતો કે, શું હું હંમેશા છૂપાઈને સ્મોકિંગ કરતો રહીશ? પછી તે જ ક્ષણે મેં સ્મોકિંગ છોડવાનું નક્કી કર્યું. શાહિદે જુલાઈ ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે – મીશા અને જૈન. મિશા કપૂર ૭ વર્ષની છે અને ઝૈન કપૂર ૪ વર્ષનો છે.
શાહિદ કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર છેલ્લે ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યો હતો. તેના અગાઉના બ્લડી ડેડી સીધું્્ પર રિલીઝ થયું હતું. જે તેના ફેન્સ અને દર્શકોને ખુબ પસંદ પડી હતી અને તેની એક્ટિંગની પ્રશંસા કરી હતી.
હાલ, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ હજુ પણ બોક્સ ઓફિસ પર છે. વેલેન્ટાઈન ડેના અવસર પર રિલીઝ થયેલી આ રોમેન્ટિક ફિલ્મને દર્શકો પસંદ કરી રહ્યા છે. શાહિદ કપૂરની ૨૦૧૯માં આવેલી એક્શન અને રોમેન્ટિક ફિલ્મ કબિર સિંઘએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી, આ પછી તેના ફેન્સ આવી જ કોઈ ધમાકેદાર ફિલ્મની રાહ જોઈને બેઠા છે.SS1MS