Western Times News

Gujarati News

પૂજા શર્મા ૧૦૦૦ છોકરીઓને પછાડીને દ્રોપદી બની હતી

મુંબઈ, નવી મહાભારતમાં એક્ટ્રેસ પૂજા શર્માએ ‘દ્રોપદી’નું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રથી એક્ટ્રેસ રાતોરાત ફેમસ થઇ ગઇ હતી. વર્ષ ૨૦૧૨માં અભિનયની દુનિયામાં પ્રવેશેલી પૂજા શર્મા પોતાની પહેલી સીરિયલમાં જ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

‘દ્રોપદી’ના પાત્રમાં એક્ટ્રેસ પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલો પર ઉંડી છાપ છોડવામાં સફળ રહી હતી. પૂજા શર્મા દ્રોપદીના પાત્રમાં તે કંઇક એવી રીતે ઢળી ગઇ હતી કે દર્શકો અસલમાં તેને ‘દ્રોપદી’ સમજવા લાગ્યાં હતાં. પોતાની એક્ટિંગથી દરેક પાત્રને પડદા પર જીવંત કરનારી એક્ટ્રેસ પૂજા શર્માની ‘મહાભારત’માં કાસ્ટિંગની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પૂજા શર્માની સીરિયલ ‘મહાભારત’ના ડાયરેક્ટરે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેણે ‘દ્રોપદી’ના પાત્ર માટે ઓછામાં ઓછી ૧૦૦૦ છોકરીઓનું ઓડિશન લીધું હતું. પરંતુ પૂજા પહેલા તેને કોઇપણ એક્ટ્રેસમાં દ્રોપદીના પાત્રને પડદા પર જીવંત કરવાની કાબેલિયત ન દેખાઇ.

મહાભારતથી ઘર-ઘરમાં ફેમસ થયેલી એક્ટ્રેસ પૂજા શર્મા આશરે દોઢ વર્ષ માટે પડદા પરથી ગાયબ થઇ ગઇ હતી. તે પછી તેણે વર્ષ ૨૦૧૭માં સીરિયલ ‘અંત હી આરંભ હૈ’થી સ્ક્રીન પર કમબેક કર્યુ. સીરિયલ ‘અંત હી આરંભ હૈ’માં પૂજા શર્મા ‘કાલી’ના પાત્રમાં જોવા મળી હતી. આ ધાર્મિક સીરિયલમાં એક્ટ્રેસે પોતાની શાનદાર એક્ટિંગથી ફરી એકવાર દર્શકોની ખૂબ વાહવાહી લૂંટી.

ઘણી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી પૂજા શર્મા ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ અચાનક જ પડદા પરથી ગાયબ થઇ ગઇ. વર્ષ ૨૦૧૯ બાદથી પૂજા શર્મા કોઇ સીરિયલમાં જોવા નથી મળી. આ એક્ટ્રેસ અભિનયની દુનિયાથી ભલે દૂર છે.

પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા દ્વારા એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાની લાઇફ અપડેટ્‌સ શેર કરતી રહે છે અને પડદાથી દૂર પૂજા બ્રાન્ડ્‌સની જાહેરાતો દ્વારા કમાણી કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.