અજય દેવગણની આ ફિલ્મમાં કાળા જાદુ અને વૂડુ ગુડિયાનો ખેલ જોવા મળશે
શૈતાનનું દમદાર ટ્રેલર રિલીઝ
મુંબઈ, બોલિવૂડમાં ફરી એખ વાર ભૂતિયા ફિલ્મોની કહાની વાપસી કરી રહી છે. અજય દેવગન અને આર માધવનની ફિલ્મ ‘શૈતાન’ લોકોને ડરાવવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર મેકર્સ દ્રાર રિલીઝ કરવામાં આવ્યુ છે.
ટ્રેલર રિલીઝ કરતા અજય દેવગને મુવીની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ફિલ્મનું ટ્રેલર જોરદાર છે. ફિલ્મમાં અજય દેવગન અને આર માધવન એકબીજાની સામ-સામે આવતા નજરે પડી રહ્યા છે. બન્ને વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળશે. જો કે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે છવાઇ ગયુ છે.
આ ટ્રેલરને જોતા ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. વૂડુ ગુડિયાનો પ્રયોગ સામાન્ય રીતે જાદુઇ પરંપરાઓ એટલે કે કાળા જાદુ કરવા માટે વિભિન્ન રૂપોમાં કરવામાં આવે છે.
આ ફિલ્મમાં કાળા જાદુ અને વૂડુ ગુડિયાનો ખેલ જોવા મળી રહ્યો છે. અજય દેવગન, આર માઘવન અને જ્યોતિકા સ્ટારર ‘શૈતાન’ના ટ્રેલરમાં આ કાળા જાદુની ઝલક જોવા મળી રહી છે. સામે આવેલા આ ટ્રેલર પરથી એ સ્પષ્ટ થાય છે કે અજય દેવગન, જ્યોતિકા અને એની દીકરી કાળા જાદુ અને શૈતાનનું સામનો કરવાના છે.
કાળા જાદુ કરનાર આ શૈતાન આર માધવન છે, જે અજય દેવગનના ઘરમાં બ્લેક મેઝિક કરીને દાખલ થાય છે અને એની દીકરીને વસમાં કરી લે છે. ત્યારબાદ આર માધવનના ઇશારા પર કઠપુતળીની જેમ નાચવા લાગે છે. આ ફિલ્મમાં જોવા મળશે કે કેવી રીતે અજય દેવગન શૈતાન સામે લડે છે અને દીકરીને બચાવે છે.
વિલનની ભૂમિકામાં આર માધવન પહેલી વાર જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર રોમાંચથી ભરપૂર છે. દરેક પળમાં સસપેન્સ જોવા મળી રહી છે. શૈતાન જિયો સ્ટૂડિયોઝ, અજય દેવગન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટૂડિયોઝ ઇન્ટરનેશનલની પ્રસ્તુતિ છે અને આ દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક દ્રારા નિર્મિત છે.
આ ૮ માર્ચના રોજ રિલીઝ થશે. અજય દેવગનની આ વર્ષે બેક ટુ બેક અનેક ફિલ્મો રિલીઝ થશે. આ દિવસોમાં સિંઘમ અગેનના પ્રોડક્શનમાં વ્યસ્ત છે જેનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. સિંઘમ એક ફેમસ ફ્રેન્ચાઇઝ છે જેના અત્યાર સુધીમાં બે પાર્ટ બનીને રિલીઝ થઇ ગયા છે.
બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ સિવાય અજય દેવગનની પાસે મૈદાન, ઔરોં મેં કહાં દમ થા, રેડ ૨, સન ઓફ સરદાર ૨, ધમાલ ૪ જેવી ફિલ્મો છે. આ ફિલ્મો એક પછી એક મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.SS1MS