૯૦ કરોડના આલીશાન બંગલાએ બરબાદ કરી નાંખ્યું ૩ એક્ટર્સનું ચમકતું કરિયર
મુંબઈ, રાજેશ ખન્ના ભારતના સૌથી પોપ્યુલર બોલિવૂડ સુપરસ્ટાર્સમાંના એક હતા. આજે પણ લોકો તેના સ્ટારડમને યાદ કરે છે. જો કે, એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે બોલીવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ તેમના જીવનમાં એક એવા સમયનો અનુભવ કર્યો હતો જ્યારે તેમને તેમની ભવ્ય હવેલી ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવું પડ્યું હતું.
પરંતુ શું તમે જાણો છો કે એવું માનવામાં આવે છે કે એક્ટરના તે આલીશાન ઘરે ૩ સુપરસ્ટાર્સની જિંદગી બરબાદ કરી દીધી છે અને આ લેખમાં આપણે તે જ બંગલા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. મુંબઈના આલીશાન કાર્ટર રોડ પર સ્થિત બે બંગલા ૫૦ના દાયકાથી બોલીવૂડના રાજપરિવારની માલિકીના હતા. પહેલો હતો આશિયાના, જેમાં પ્રખ્યાત સંગીતકાર નૌશાદ હતા.
જો કે, અહીં અમે નજીકમાં આવેલા આશીર્વાદ નામના બંગલાની વાત કરી રહ્યા છીએ. આ બંગલો મૂળ એંગ્લો-ઈન્ડિયન પરિવારની માલિકીનો હતો અને તેનું મૂળ નામ હવે ખોવાઈ ગયું છે.
બોક્સ ઓફિસના બાદશાહ ભારત ભૂષણે આ ઘર ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં ખરીદ્યું હતું. બૈજુ બાવરા, મિર્ઝા ગાલિબ, ગેટવે ઓફ ઈન્ડિયા અને બરસાત કી રાત જેવી હિટ ફિલ્મો સાથે તેઓ તેમની કરિયરના શિખર પર હતા.
પરંતુ ૬૦ના દાયકામાં ભારત ભૂષણના સિતારા ઝાંખા પડવા લાગ્યો. તેની ફિલ્મો ફ્લોપ થઈ અને સુપરસ્ટાર પર ભારે દેવું થઈ ગયું, જેના પછી તેણે પોતાનું ઘર વેચવું પડ્યું. આ તે સમય હતો જ્યારે બંગલા વિશે નેગેટિવ વાતો પહેલીવાર સામે આવી હતી.
ભારત ભૂષણ પછી રાજેન્દ્ર કુમાર અને રાજેશ ખન્નાની પણ આ જ હાલત થઇ. ૬૦ના દાયકાની શરૂઆતમાં બંગલાની જર્જરિત હાલતને જોતાં, ઉભરતા સ્ટાર રાજેન્દ્ર કુમાર તેને માત્ર ૬૦,૦૦૦ રૂપિયામાં ખરીદવા સક્ષમ હતા. તેણે બંગલાનું નામ તેમની દીકરીના નામ પરથી ડિમ્પલ રાખ્યું હતું.
ડિમ્પલના રહેચાં, રાજેન્દ્ર કુમારને એક પછી એક હિટ ફિલ્મો મળતી ગઇ અને તેઓ જ્યુબિલી કુમાર તરીકે ઓળખાવા લાગ્યા. જો કે, વર્ષ ૧૯૬૮ની આસપાસ, તેમની કિસ્મતે પલ્ટી મારી અને કુમારની ફિલ્મો ફ્લોપ જવા લાગી. તેનું પ્રોડક્શન હાઉસ પણ ફેઇલ થઇ ગયું અને તે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતાં. બાદમાં તે પોતાનું નુકસાન ભરપાઈ કરવા માટે બંગલો વેચવા મજબૂર થઇ ગયાં હતાં.
પછી આ ઘર નવા સુપરસ્ટાર રાજેશ ખન્ના પાસે ગયું. તે ૩૦ વર્ષના પણ થયા ન હતાં તે પહેલાં જ રાજેશ ખન્નાના નંબર વન એક્ટર બની ગયા હતાં. તેમણે બંગલાનું નામ આશીર્વાદ રાખ્યું. અમિતાભના જલસા અને શાહરૂખના મન્નતની જેમ આ ઘર મુંબઈમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પરંતુ ૧૯૭૪ સુધીમાં, રાજેશ ખન્નાની ફિલ્મો નિષ્ફળ થવા લાગી અને તેણે પોતાનો સુપરસ્ટાર ટૅગ ગુમાવ્યો. ફેમ ગુમાવ્યા પછી, તેમના લગ્ન તૂટી ગયા અને તેમની કરિયરના અંતમાં, રાજેશ ખન્ના કથિત રીતે બંગલામાં એકલા રહેતા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.SS1MS