અભિનેત્રી કરીના કપૂરનો લાડકવાયો જેહ થયો ૩ વર્ષનો
મુંબઈ, બોલિવૂડ સ્ટાર કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને લેટેસ્ટમાં દિકરા જેહ અલી ખાનનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ બર્થ ડે પાર્ટીમાં અનેક સેલેબ્સે કિડ્સ સાથે હાજરી આપી હતી. આ દરમિયાન રણબીર કપૂર દીકરી રાહાની સાથે પહોંચ્યો હતો.
રાહાની ક્યૂટનેસે લોકોને ફિદા કરી દીધા હતા. આ સાથે સમારા સાહની પણ જોવા મળી. જેહ અલી ખાનની ત્રીજી બર્થ પાર્ટીની સુપર ક્યૂટ તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે, જેમાં બેબી રાહા લાઇમલાઇટમાં રહી. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના નાના દિકરા જેહ અલી ખાનની ત્રીજી બર્થ ડેનું સેલિબ્રેશન બહુ ધમાકેદાર રીતે કર્યુ છે.
આ માટે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પાર્ટીમાં અનેક સેલેબ્સ પણ જોવા મળ્યા. ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂર દિકરાની બર્થ ડે પાર્ટીમાં ઘાંસૂ સ્ટાઇલમાં પહોંચ્યા હતા. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે કરીના કપૂર અને સૈફ અલી ખાન બન્ને સ્માર્ટ લાગી રહ્યા છે.
સુપરસ્ટાર રણબીર કપૂર આ ગ્રાન્ડ પાર્ટીમાં દીકરી રાહાને લઇને પહોંચ્યા હતા. આ ક્યૂટ તસવીર હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં રાહ એકદમ મસ્ત જોવા મળી રહી છે. રાહાની આ સુપર ક્યૂટ તસવીરો પર લોકો કોમેન્ટ્સ કરીને વખાણ કરી રહ્યા છે.
તમને પણ એક નજરે રાહાની આ તસવીર ગમી જાય એવી છે. રાહાને રણબીર કપૂર તેડીને ગાડીમાં બેસાડવા માટે લઇ જાય છે. આ સમયે બન્ને વચ્ચેનું મસ્ત ટ્યુનિંગ જોવા મળી રહ્યું છે. જો કે આ સમયે મજાની વાત તો એ છે કે આ દરમિયાન તૈમુર અલી ખાન સ્કૂલ ડ્રેસમાં જોવા મળ્યો હતો.
સ્કૂલથી આવતાની સાથે ભાઇ જેહની બર્થ ડે પાર્ટીમાં શામેલ થયો હતો. સ્કૂલ યુનિફોર્મમાં તૈમુર સ્માર્ટ લાગી રહ્યો હતો. જેહ અલી ખાનની કઝિન ઇનાયા ખેમુ પણ ભાઇની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી. આ સમયે ઇનાયા સુપર ક્યૂટ લાગી રહી હતી. એક્ટ્રેસ નેહા ધુપિયા પણ દિકરા સાથે આ બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી. જેહની બર્થ ડે પાર્ટીમાં નાના અને નાની પણ જોવા મળ્યા. આ દરમિયાન બન્ને સુપર હેપ્પી ફેસમાં જોવા મળ્યા હતા.SS1MS