હું પરણેલી છું: અમીષા પટેલે કર્યો મોટો ધડાકો ? !
મુંબઈ, અમીષા પટેલ બોલિવૂડની સૌથી ફેમસ એક્ટ્રેસીસમાંથી એક છે. પોતાની માસ્ટરક્લાસ એક્ટિંગ ક્વોલિટીના કારણે એક્ટ્રેસ પોતાના ફેન્સનું દિલ જીતવાનો કોઇ મોકો નથી છોડતી.
‘કહો નાપપ્યાર હૈ’, ગદર અને ગદર ૨ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં જોવા મળેલી ૪૮ વર્ષની અમીષા વિશે લોકો એવું સમજે છે કે, હજું સુધી તેમના લગ્ન નથી થયાં, પરંતુ શુ તમે જાણો છો કે અમીષા પરીણિત છે? તમે પણ ચોંકી ગયાં ને! પરંતુ આ હકીકત છે.
આ વાતનો ખુલાસો હાલમાં જ એક્ટ્રેસે પોતે કર્યો છે અને જણાવ્યું કે, આખરે એ મિસ્ટ્રી મેન કોણ છે. ૪૮ વર્ષની થઇ ચુકેલી અમીષા પટેલે ખુલાસો કર્યો છે કે, તે પરીણિત છે. તેણે ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કર્યા છે તેનો ખુલાસો તેણે હાલમાં જ કર્યો છે.
સની દેઓલની એક્ટ્રેસે જણાવ્યું કે, આખરે તે કોના પ્રેમમાં પડી છે. ખરેખર, હાલમાં જ એક્ટ્રેસ અમીષા પટેલે ફિલ્મીજ્ઞાન સાથે વાતચીત કરી, જેમાં તેણે પોતાના કરિયર, દેઓલ પરિવાર સાથે પોતાના સંબંધ અને પોતાના પ્રેમ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે, તે કોના પ્રેમમાં છે.
તેણે કહ્યું કે, ભલે મે અસલ જીંદગીમાં લગ્ન ન કર્યા હોય પરંતુ હું એક વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરું છું, જેને હું મારો પતિ માની ચુકી છું. સની દેઓલની એક્ટ્રેસે જણાવ્યું કે, તે હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝને ખૂબ જ પસંદ કરે છે અને તેના પર ફિદા છે. તેણે કહ્યું કે, તે મનોમન ટોમને પોતાનો પતિ માની ચુકી છે. અમીષાની આ વાત સાંભળીને યુઝર્સ ચોંકી ઉઠ્યા છે અને તેની મજા લઇ રહ્યાં છે.
એક યુઝરે લખ્યું, હા હું પમ એન્જેલિના જોલીનો પતિ છું. અન્ય એકે લખ્યું, લગ્ન કરી લીધા છે તો હવે બાળકો પણ કરી લો. તેવામાં કેટલાંક લોકોએ તેને દીપિકા પાદુકોણની કોપી ન કરવાની સલાહ આપી છે. ખરેખર, અમીષા પહેલા દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યુમાં આવું જ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે મનોમન વિન ડીઝલ સાથે લગ્ન કરી ચુકી છે.SS1MS