ઓટીટી પ્લેટફોર્મની ૫ સૌથી ખતરનાક હોરર વેબ સીરીઝ
મુંબઈ, ઓટીટી પર લોકોને રોજ નવું નવું કંઈક જોવું હોય છે. ખાસ કરીને હોરર ફિલ્મોની વાત આવે તો મોટાભાગે લોકો ઓટીટી પર હોલીવુડ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. પરંતુ આજે તમને બોલિવૂડની પાંચ સૌથી ભયંકર ફિલ્મો વિશે જણાવીએ.
ઓટીટી પર ઉપલબ્ધ આ ફિલ્મો અને વેબ સીરીઝ તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે. આ ફિલ્મો અને વેબ સીરીઝ જોવા માટે તમને ખરેખર હિંમત ની જરૂર પડશે. આ ફિલ્મો જોયા પછી તમને ઘરમાં એકલા રહેવામાં પણ ડર લાગી શકે છે. તો ચાલો તમને જણાવીએ પાંચ બેસ્ટ એવી હોરર ફિલ્મો અને વેબ સીરીઝ વિશે જે ઓટીટી પર ઉપલબ્ધ છે.
ચાયપત્તિ ઃ ચાયપત્તિ સુધાંશુ રાયના નિર્દેશનમાં બનેલી એક શોર્ટ ફિલ્મ છે. આ ફિલ્મમાં ત્રણ મિત્રો એક પુસ્તક વાંચીને ભૂત બોલાવે છે અને પછી જે થાય છે તે જોઈને તમારી રાતોની ઊંઘ ઊડી જશે. આ ફિલ્મ તમે દ્બટ pઙ્મટ્ઠઅીિ પર જોઈ શકો છો.
ટાઈપ રાઇટર ઃ જો તમને હોરર વેબ સિરીઝ જોવાનો શોખ છે તો નેટફ્લિક્સ ની આ વેબ સિરીઝ તમારા માટે જ છે. આ વેબસરીઝ જોઈને તમે પણ નવી જગ્યાએ રહેવા જવામાં વિચાર કરશો.
આ વેબ સિરીઝ એક પરિવાર પર આધારિત છે જે રજાઓમાં ગોવામાં આવેલી એક હવેલીમાં રહેવા જાય છે. આ હવેલીમાં શું થાય છે તેની તમે કલ્પના પણ ન કરી શકો.
પરછાઇ ઃ ઝી ફાઈવ પર આ વેબ સિરીઝ ઉપલબ્ધ છે. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. આ વેબી સીરીઝમાં તમને અલગ અલગ ૧૨ સ્ટોરી જોવા મળશે.
ભ્રમ ઃ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કલ્કી કોચલીનની આ વેબ સિરીઝ બ્રહ્મ હોલીવુડની હોરર ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે. આ વેબ સિરીઝ પણ ઝી૫ પર ઉપલબ્ધ છે.
ફુંક ઃ ફુંક પણ સૌથી ખતરનાક ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ યુટ્યુબ પર એકદમ ફ્રી માં જોઈ શકાય છે.SS1MS