Western Times News

Gujarati News

બેટ દ્વારકાના શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરતાં પ્રધાનમંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે શનિવારે રાત્રે 10 વાગ્યે જામનગર  એરપોર્ટ પર ઉતર્યા હતા. જયાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી અને જામનગર કલેકટર, સી. આર. પાટીલ, પુનમ માડમે કર્યુ હતું. રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા અને ધજાને પગે લાગ્યા હતા. દ્વારકા મંદિરમાં માથે ફૂલોની છાબ મુકી પ્રધાનમંત્રી પહોચ્યા હતા જયાં પૂજારીએ તમનું સ્વાગત શાલ ઓઢાડી કર્યુ હતું.

મંદિરમાં પૂજા-અર્ચન કર્યા બાદ સવારે 8:25 વાગ્યે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. Prime Minister Narendra Modi performs pooja and darshan at Beyt Dwarka temple.

અહીંથી દ્વારકામાં 9:30 વાગ્યે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે પહોંચશે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી બપોરે 12:30 વાગ્યે જાહેરસભાને સંબોધશે. અહીં વડાપ્રધાનના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના રૂ. 4 હજાર કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ 2.3 કિલોમીટર લાંબા સિગ્નેચર બ્રિજથી બેટ દ્વારકા સુધી પહોંચવામાં સરળતા રહેશે અને તેની ડિઝાઇન પણ એવી રીતે કરવામાં આવી છે કે તે કૃષ્ણ ભક્તિના વાહક તરીકે પણ જોવા મળશે. પુલના તોરણો કૃષ્ણ મૂર્તિના આકારમાં છે  ગીતાનો ભાવાર્થ પુલના માર્ગ પર લખાયેલ છે. ભગવાન વિષ્ણુના સાત નામ પણ લખેલા છે.

સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક  મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે.

બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રિધ્ધિબા જાડેજા, ધારાસભ્યશ્રી પબુભા માણેક, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવશ્રી અનુરાગ જૈન, નેશનલ હાઇવેના સ્પેશ્યલ સેક્રેટરીશ્રી પી.આર.પાટેલિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ આગેવાનો અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.