વડાપ્રધાન મોદીએ દરિયામાં ડુબકી લગાવી પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા
“આજે, મેં એ ક્ષણોનો અનુભવ કર્યો કે જે હંમેશા મારી સાથે રહેશે… મેં દરિયામાં ઊંડા જઈને પ્રાચીન દ્વારકા નગરીના ‘દર્શન’ કર્યા. પાણીની અંદર છુપાયેલા દ્વારકા શહેર વિશે પુરાતત્વવિદોએ ઘણું લખ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ, દ્વારકા વિશે એવું કહેવામાં આવે છે કે તે સુંદર દરવાજાઓ અને ઊંચી ઇમારતો ધરાવતું શહેર હતું, જે વિશ્વની ટોચ પર છે.
PM @narendramodi ने द्वारिका के समुंदर में लगायी डुबकी,
समुंदर के अंदर दबी द्वारिका के किए दर्शन.
जय द्वारिकाधीश🙏 pic.twitter.com/7yXJOqmcRB
— Janak Dave (@dave_janak) February 25, 2024
જામનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર સવારે બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યાંથી વડાપ્રધાન દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં પંચકુઈ બીચ નજીક દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું.
ગુજરાતનાં બે દિવસના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દ્વારકાના પ્રવાસ દરમ્યાન દરીયામાં સ્કુબા ડાઈવીંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ અત્યંત ખાનગી રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાનના આ સ્કુબા ડાઈવીંગની વાત વાઈરલ થતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા.
આ દરમ્યાન તેઓ 15 થી 20 મીનીટ દરીયામાં રહ્યા હતા. અડધા કલાકને બદલે એક કલાક દરિયા કિનારે વિતાવ્યો હતો આ પૂર્વે વડાપ્રધાન મોદીએ રમણીય બીચ ટાપુ એવા લક્ષદ્વિપમાં પણ સરપ્રાઈઝ આપી હતી. લક્ષદ્વિપની જેમ દ્વારકાને પણ પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવાનો ઉદેશ હોઈ શકે છે.
ત્યારબાદ વડાપ્રધાન મોદી દ્વારકામાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં તેમનું સોનાનો મુગટ પહેરાવીને સ્વાગત કરાયું હતું.
જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકા જીના દર્શન કર્યા. પુરાતત્વના જાણકારોએ દરિયામાં સમાયેલી આ દ્વારકા અંગે ઘણું બધુ લખ્યું છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિશ્વમકર્માએ ખુદ આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓખા અને બેટ દ્વારકાને જોડતા રૂ. 978 કરોડના ખર્ચે નિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું.
એન્જિનિયરિંગની કમાલ સમા આ આલીશાન સેતુથી ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુ અને પ્રવાસીઓને બેટ દ્વારકા જવામાં સરળતા રહેશે, તેમજ… pic.twitter.com/KjJ9o65GVk
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 25, 2024
આજે મારું મન ખુબ ગદગદ છે. હું ભાવવિભોર છું. દાયકાઓ સુધી જે સપનું જોયું હોય અને આજે તે પવિત્ર ભૂમિને સ્પર્ષ કરીને પૂર્ણ થશે. તમે કલ્પના કરી શકો છો કે, મારી અંદર કેટલો આનંદ હશે.’
“દૈવી અનુભવ” ગણાવતા, પીએમ મોદીએ કહ્યું કે તેઓ “આધ્યાત્મિક ભવ્યતાના પ્રાચીન યુગ સાથે જોડાયેલા” છે.
ભગવાન શ્રીકૃષ્ણના ધામ દ્વારકા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સૌરાષ્ટ્રવાસીઓએ અત્યંત ઉત્સાહ અને ઉલ્લાસથી આવકાર્યા હતા.
ગુજરાત અને દેશ માટે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે ભગવાન દ્વારકાધીશની ભૂમિ પર પધારેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીના સત્કાર… pic.twitter.com/Sb81ik470i
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 25, 2024
“પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દૈવી અનુભવ હતો. મને આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલું લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધાને આશીર્વાદ આપે,” વડાપ્રધાને X પર લખ્યું. દ્વારકા, હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખિત એક સુપ્રસિદ્ધ શહેર, માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. હિંદુ માન્યતા અનુસાર, કૃષ્ણના પૃથ્વી પરથી ગયા પછી આ શહેર આખરે સમુદ્ર દ્વારા ગળી ગયું હતું.