ટેકનિકલ ઇવેન્ટ પ્રકાશ 2024 નું એસવીએટી વાસદ ખાતે આયોજન
પ્રર્કશ -24 નું આયોજન એસવીઆઈટી વાસદ ખાતે કરવામાં આવ્યું.જેમાં પરતાપ સ્ર્કા ફોર્સ, ઓપન – R, કેડેથોન, જનરેટિવ- AI જેવી ઘણી બધી ટેકનિકલ ઇવેન્ટોનું આયોજન થયું છે. આ ઉપરાંત સેમિનાર, વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે તે ક્ષેત્રના, ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રર્કશ – 24 માં દેશભરમાંથી 1500થી પણ વધુ ટેકનિકલ વિદ્યા શાખા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ધવલ જોષી (SVIT, ISTE – Head) એ જણાવ્યું હતું કે “આવનાર યુગ ટેકનોલોજીનું રહેવાનું છે, અને આજના યુવાનો જે સપના જુએ છે. તેને સાકાર કરવા માટે પ્રર્કશ- 24 એક પ્લેટફોર્મ છે. જ્યાં આવીને તેઓ જે તે ક્ષેત્રના નિષ્ણાત સાથે મળી પોતાના પ્રોજેક્ટ મારફતે વિચારો રજૂ કરી તેને પૂર્ણ કરવા માટે માર્ગદર્શન મેળવી શકે છે.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન રોનકભાઈ પટેલે જણાવ્યું છે કે એસવીઆઇટી દ્વારા વિદ્યાર્થીઓને મુક્ત પણે પોતાના વિચારો ને સાર્થક કરવા માટે આ એક મંચ પૂરું પાડવામાં આવ્યું છે આજનો, યુવાનો તેનો મહત્તમ લાભ તેવી આશા છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી રોનકકુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકકુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહમંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી.પી. સોની, ધવલ જોષી (SVIT, ISTE – Head) અને સમસ્ત એસ.વી.આઇ.ટી., પરિવાર તરફ થી ISTE ટીમ ને તેમને તેમના ખૂબ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.