જે.બી. ધારુકાવાલા અને પ્રો.વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ અમરોલી વચ્ચે સમજૂતી પત્ર (MOU) થયા
શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત, જે.બી. ધારુકાવાલા મહિલા આર્ટસ કોલેજ, બી કોમ (ઇંગ્લીશ મીડીયમ) એડિશનલ ડિવિઝન સેલ્ફ ફાઇનાન્સ (ફોર વિમેન્સ ),વરાછા રોડ, સુરત અને જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત, પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ),
સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી,સુરત વચ્ચે સમજૂતી પત્ર (MOU) પર 24મી ફેબ્રુઆરી 2024ના રોજ જે.બી. ધારુકાવાલા કોલેજ ખાતે સહી થઈ. સમજૂતી પત્ર (MOU) સમયે માનનીયશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ મંત્રીશ્રી,ગુજરાત રાજય, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી,સુરત મહાનગર પાલિકા તેમજ જે.બી. ધારુકાવાલા કોલેજ ના સંચાલક મંડળ ના સભ્ય હાજર રહિયા હતા. માનનીયશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ મંત્રીશ્રી,ગુજરાત રાજય, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી એ આ કાર્યને બિરદાવી શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે ઘણું જ મહત્વનું ગણાવ્યું હતું.
MOUની મુખ્ય વિશેષતાઓ જેવીકે સંયુક્ત સંશોધન પ્રોજેક્ટમાં જોડાવું ,ફેકલ્ટી એક્સચેન્જ અંતર્ગત બંને કોલેજ વચ્ચે ફેકલ્ટીના સભ્યો ના વિચાર, કુશળતા અને અનુભવનો ઉપયોગ કરવો, સુવિધા નો ઉપયોગ અંતર્ગત – બંને કોલેજની લાઇબ્રેરી, લેબ સહિતની સુવિધા સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપયોગ કરશે જેથી સંશોધન અને ગુણવત્તામાં વધારો થશે. સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ અંતર્ગત -વિદ્યાર્થીઓને ઈન્ટનશિપ અને હેન્ડ ઓન પ્રોજેક્ટની ટક વધુ મળશે.
સેમિનાર અને કોન્ફરન્સ અંતર્ગત -વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકો માટે સેમિનાર અને કોન્ફરન્સનું આયોજન કરી શકાશે. ધારુકા કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.દિલીપભાઈ એલ. વરસાણીએ જણાવ્યું કે ભાગીદારીથી સંશોધન અને વિકાસના કાર્યને આગળ વધારવાનું એક મહત્વનું આ પગલું છે
જ્યારે અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીએ જણાવ્યું કે આ એમઓયુ એ સહયોગ અને નવીનતા ની એક ચાવી છે બંને સંસ્થાના સંયુક્ત કામગીરીથી શૈક્ષણિક પ્રગતિ અને સમાજ સુધારા માટે અર્થપૂર્ણ યોગદાન આપી શકાશે.