૫૦ મીટર દોડમાં મનો દિવ્યાંગ વિદ્યાર્થીનીએ પ્રથમ સ્થાન મેળવ્યું
મોરવા હડફ તાલુકાની દિવ્યાંગ વિદ્યાર્થીની એ જિલ્લાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ૫૦ મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી તાલુકાનું નામ વધાર્યું
ગોધરા, ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો નાં કલ્યાણ અર્થે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.ત્યારે તે યોજનાઓનો દીવ્યાંગો લાભ પણ લઈ રહ્યા છે.આ ઉપરાંત સરકાર રમત ગમત ક્ષેત્રે પણ સજાગ છે. ત્યારે દિવ્યાંગો રમત ગમત ક્ષેત્રે પણ પોતાનામાં રહેલ શક્તિઓને બહાર લાવે તે માટે ખેલ મહાકુંભનું આયોજન પણ કરવામાં આવે છે
અને જે હાલ તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા કનેલાવ તળાવ પાસે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ ગયું. પંચમહાલ જિલ્લામાં યોજાયેલ દિવ્યાંગ માટે ના જિલ્લા ખેલ મહાકુંભમાં ૫૦ મીટર દોડમાં મોરવા હડફ તાલુકાની નાટાપુર મુખ્ય શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતી મનો દિવ્યાંગ વિદ્યાર્થીની મહેશ્વરીએ પ્રથમ સ્થાન મેળવી નાટાપુર પ્રાથમિક શાળા અને મોરવા હડફ તાલુકા નું ગૌરવ વધાર્યું છે. આ મનો દિવ્યાંગ વિદ્યાર્થીની નાટાપુર પ્રાથમિક શાળામાં ભણે છે
અને આ વિદ્યાર્થીની ને તેના સ્પેશિયલ એજ્યુકેટર રાજેશ ગાંધી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.શાળા ના આચાર્ય વિકાસ ભાઈ દ્વારા યોગદાન પૂરું પાડવા માં આવ્યું.