બાંધકામની મંજૂરી આપવા લાંચ માંગનાર સરપંચ સામે ગુનો દાખલ
ગાંડલ, ગોડલ તાલુકાના ગુંદાસરા ગામના સરપંચ દ્વારા પ્લોટમાં બાંધકામ માટે મંજુરી આપવા લાંચ માંગવામાં આવી હતી. જે પ્રકરણમાં એસીબી દ્વારા વાતચીતના ઓડીયો રેકોડીગની તપાસના અંતે સરપંચ સામે રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
વિગત પ્રમાણે વર્ષ ર૦૧૧માં મોરબીના તે સમયના એસીબીના પીઆઈ જે.એમ. આલ દ્વારા ગોડલ તાલુકાના ગુંદાસરા ગામે સરપંચ હસમુખભાઈ પુરુષોત્તમભાઈ ઠુંમર દ્વારા ચાર પ્લોટમાં બાંધકામ માટે થઈને મંજુરી આપવા બદલ પ્રત્યેક પ્લોટ માટે રૂ.૪૦૦૦ મળીને કુલ રૂ.૧૬,૦૦૦ ની માગણી કરી હતી. જેથી જે તે સમયે ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
જોકે ત્યારે સરપંચ દ્વારા પૈસા સ્વીકારવરામાં આવ્યા ન હતા. પરંતુ ત્યારબાદની તપાસમાં સામે આવેલા ઓડીયોના પુરાવાને ટેકનીકલ માધ્યમથી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સરપંચ સામેના પુરતા પુરાવા મળતા અંતે હવે સરપંચ હસમુખભાઈ ઠુંમર સામે ગુનો નોધી ધરપકડ માટે તજવીજ શરૂ કરાઈ છે. આ અંગે વધુ તપાસ મોરબી જીલ્લા એસીબીના પીઆઈ એચ.એમ. રાણાને સોપવામાં આવી છે.