જયલલિતા બે અભિનેતાથી રિજેક્ટ થઈ આખી જિંદગી કુંવારા રહ્યા
અભિનેત્રી પરિણીત CMના પ્રેમમાં પડ્યા
અભિનેત્રી તેની પાર્ટી AIADMKમાં જોડાઈ ગઈ હતી, એમજીઆરના આશ્રય હેઠળ, જયલલિતાએ પક્ષમાં ઝડપી પ્રગતિ કરી હતી
મુંબઈ, અહીં જે અભિનેત્રીની આજે વાત કરવાની છે એ અભિનેત્રીનું જીવન વિવાદોથી ભરેલું હતું. તેણીને બે પરિણીત કલાકારો સાથે પ્રેમ થયો. એક દક્ષિણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા જ્યારે બીજા તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. અભિનેત્રીએ બંનેને પ્રપોઝ કર્યું હતું, તેણે બંનેને લગ્ન માટે પૂછ્યું હતું પરંતુ કોઈ તેની વાત માટે રાજી નહોતું. કારણ કે આ બંને કલાકારો પરિણીત હતા. સમાજ, પત્ની અને બાળકોનાં કારણે આ સંબંધ શક્ય નહોતો.
આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ તમિલનાડુનાં પૂર્વ CM જયલલિતા છે, જે છ વખત તમિલનાડુનાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેણે ૧૯૬૫માં બ્લોકબસ્ટર ફિલ્મ ‘વેનીરા અદાઈ’થી અભિનયની શરૂઆત કરી હતી. તેણે ૧૯૬૧ થી ૧૯૮૦ ની વચ્ચે બાળ કલાકાર તરીકે અને પછી મુખ્ય અભિનેત્રી તરીકે ૧૪૦ ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની ફિલ્મ અને રાજકીય કારકિર્દીની સાથે તેમના પ્રેમપ્રકરણની પણ ચર્ચા થઈ હતી.
અભિનેત્રી શોભન બાબુ અને એમજી રામચંદ્રનના પ્રેમમાં પડી ગઈ હોવાનું કહેવાય છે. એક ફિલ્મ પાર્ટીમાં જયલલિતા દક્ષિણના ફિલ્મ અભિનેતા શોભન બાબુને મળ્યા હતા. સોભન તેની પત્ની અને બાળકો સાથે ચેન્નાઈમાં રહેતા હતા. એવું કહેવાય છે કે શોભન પરિણીત છે તે જાણતી હોવા છતાં જયલલિતા તેના પ્રેમમાં પડતાં પોતાને રોકી ન શક્યા. બંને ઘણીવાર સાથે પણ જોવા મળતા હતા. અફવાઓ અનુસાર બંને વચ્ચે ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું. પછી એક દિવસ જયલલિતાએ શોભન સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ પછી શોભને પોતાના બાળકો અને પત્નીના કારણે લગ્નનો ઇનકાર કરી દીધો.
આ અસ્વીકાર સાંભળીને જયલલિતા ખૂબ નારાજ થઈ ગયા હતા. ‘ડોક્ટર બાબુ’ સોભન બાબુની જયલલિતા સાથેની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. ત્યાર પછી જયલલિતાએ એમજીઆરની સલાહ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી અને રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. અભિનેત્રીએ એમજીઆર સાથે ૨૮ હિટ ફિલ્મો આપી હતી. બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો. એ પછી જયલલિતાએ હિંમત ભેગી કરી અને MGRસામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તે પરિણીત હોવાથી તેણે આ સંબંધને પણ ફગાવી દીધો હતો. કહેવાય છે કે જયલલિતાને અભિનેતાનો આ ઇનકાર ખૂબ મોંઘો પડ્યો.
તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા પછી, MGRએ જયલલિતાને રાજકારણમાં આવવાની પ્રેરણા આપી હતી. અભિનેત્રી તેની પાર્ટી AIADMKમાં જોડાઈ ગઈ હતી. એમજીઆરના આશ્રય હેઠળ, જયલલિતાએ પક્ષમાં ઝડપી પ્રગતિ કરી હતી. જયલલિતાની ગણતરી પાર્ટીની અગ્રણી વ્યક્તિઓમાં થતી હતી. એમજીઆર અને જયલલિતા વચ્ચેના સંબંધોની પણ ચર્ચા થઈ હતી. જ્યારે તેમના અફેરની અફવાઓ સામે આવી ત્યારે MGRએ જયલલિતાથી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો. આ રીતે બંને વચ્ચેનું અંતર વધ્યું હતું. બંને સ્ટાર્સને રિયલ લાઈફમાં સાથે જોવાની ચાહકોની ઈચ્છા અધૂરી રહી. ત્યાર પછી જયલલિતાએ ક્યારેય લગ્ન ન કરવાનું પસંદ કર્યું અને જીવનભર કુંવારા રહ્યા હતા.ss1