અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા આયોજિત ચિત્રકલા પ્રતિયોગિતાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલ રેલવેના ‘ફાસ્ટ ટ્રેક’ વિકાસની રૂપરેખા આપી હતી તેમજ અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ સાથે અત્યાધુનિક રેલવે સુવિધાઓ પૂરી પાડવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Live: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ. https://t.co/e9EquJcRLk
— CMO Gujarat (@CMOGuj) February 26, 2024
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા આયોજિત ચિત્રકલા પ્રતિયોગિતાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન:વિકાસ કાર્યના શિલાન્યાસની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ આજે દેશમાં કુલ 554 રેલવે સ્ટેશનોના પુન:વિકાસ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ/અંડરપાસના લોકાર્પણ-શિલાન્યાસ સહિત કુલ ₹41,000 કરોડના 2000થી વધુ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા,
જેમાં અમદાવાદ સહિત ગુજરાતના 46 રેલવે સ્ટેશનો તેમજ 128 ઓવરબ્રિજ/અંડરપાસનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમૃતકાળમાં #ViksitBharatViksitRailway ના ધ્યેય સાથે રેલવે પરિવહનની સેવા-સુવિધાના નવા આયામો સર કરતા આ ઐતિહાસિક અવસરમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી સહભાગી થયા હતા.