સિટી સર્વે કચેરીના વહીવટથી લોકો ત્રાહિમામ
ધોરાજી, ધોરાજી ખાતે આવેલ સીટી સર્વ ઓફીસમાં કાયમી કર્મચારીઓ ન હોવાને કારણે અરજદારોને ભારે હાલાકીનોસામનો કરવો પડે છે. એકમાત્ર ઈન્ચાર્જ અધિકારી હોવાથી અરજદારોના કામ વિલંબમાં પડતા હોય આ અંગે એડવોકેટ દીનેશભાઈ વોરાએ જીલ્લા કલેકટરને રજુઆત સાથે ઈન્ચાર્જ અધિકારીના મનસ્વી વલણ સામે ફરીયાદ કરી હતી.
દીનેશભાઈ વોરાએ જણાવ્યું છે કે સીટી સર્વે કચેરીમાં કાયમી કર્મચારી નથી ઈન્ચાર્જ અધિકારીથી ઓફીસમાં ગાડું ગબડાવવામાં આવે છે. અરજદારોને વારસાઈ મરણ પ્રમાણપત્રો જેની ઝેરોક્ષના બદલે અસલ કોપીનો આગ્ર રખાય છે. આ ઉપરાંત નાઈટરાઈસ ટુ કોપી ચલાવવાની બદલે અધિકારી જો હુકમી ચલાવી રહયા છે. અરજદારની અરજીમાં ક્ષતીઓ હોય તો પુર્તતા કરવાને બદલે નવેસરથી અરજી કરવા ફરજ પાડવામાં આવે છે. જેને કારણે દુર દદુર ગામડેથી આવતા અરજદારોને ધકકા ખાવા પડે છે.
આ મામલે સામાજીક અને રાજકીય અગ્રણી અને એડવોકેટ હોવાના નાતે રજુઆત કરાઈ ત્યારે હું જયાં સુધી ચાર્જમાં છું ત્યાં સુધી મારું કોઈ બગાડી નહી શકે આવા પ્રકારના તગલખી અને મનસ્વી વર્તન કરી રહયા છે. સીટી સર્વે કચેરીમાં કાયમી ધોરણે અધિકારી અને કર્મચારીઓનું પોસ્ટીગ કરવા જીલ્લા કલેકટરને લેખીત માગણી કરવામાં આવી છે.