આવતીકાલે PM કિસાન નિધિનો ૧૬મો હપ્તો જમા થશે
નવી દિલ્હી, જો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો તમારા માટે સારા સમાચાર છે. જે ખેડૂતો લાંબા સમયથી ૧૬મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેમને ટૂંક સમયમાં તેમના ખાતામાં ૨૦૦૦-૨૦૦૦ રૂપિયા મળવાના છે.
આવતીકાલે એટલે કે ૨૮મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી ૧૬મા હપ્તાના નાણાં સીધા લાભ દ્વારા દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. તેની માહિતી યોજનાની સત્તાવાર વેબસાઇટ પર પણ અપડેટ કરવામાં આવી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે કયા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દર વર્ષે ગરીબ ખેડૂત પરિવારોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ નાણાં દર વર્ષે કુલ ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મોદી સરકારે ફેબ્રુઆરી ૨૦૧૯માં આ યોજના શરૂ કરી હતી. અત્યાર સુધી, આ યોજના હેઠળ, ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયાના કુલ ૧૫ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આવતીકાલે એટલે કે ૨૮મી ફેબ્રુઆરીએ પીએમ મોદી યોજનાનો ૧૬મો હપ્તો જાહેર કરશે. આ યોજના હેઠળ સરકાર ૯ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં કુલ ૨૧ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૧૬મા હપ્તાનો લાભ ફક્ત તે લાભાર્થીઓને જ મળશે જેમણે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે.
સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યોજનાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી કરવું જરૂરી છે. આવી સ્થિતિમાં જે ખેડૂતોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને આ યોજનાનો લાભ નહીં મળે.SS1MS