જંગલના રાજાને પણ ઊભી પૂછડીએ ભગાડે છે શ્વાન
નવી દિલ્હી, બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં સ્થિત વાલ્મિકી ટાઇગર રિઝર્વ વિશ્વના કેટલાક દુર્લભ પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર છે. યોગ્ય વાતાવરણ અને બહેતર જૈવવિવિધતાને કારણે અહીં આવા જીવો પણ જોવા મળે છે, જે ભારતના અમુક રાજ્યોમાં જ જોવા મળે છે.
ઢોલ નામ સાંભળીને તમને કદાચ વિચિત્ર લાગશે, પરંતુ આ નામ શ્વાનની એક પ્રજાતિનું છે. ડિવિઝન-વન ફોરેસ્ટ ઓફિસર પ્રદ્યુમ્ન ગૌરવના જણાવ્યા અનુસાર, આ પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં છે. તેમ છતાં, આ શ્વાન વાલ્મિકી ટાઈગર રિઝર્વના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
તેમની વિશેષતા એ છે કે તેઓ હંમેશા ૧૫ થી ૨૦ ના જૂથમાં રહે છે અને તેમના શિકારને ચારે બાજુથી ઘેરી લે છે અને તેમને કરડીને મારી નાખે છે. વીટીઆરમાં કામ કરતા વાઇલ્ડલાઇફ એક્સપર્ટ અભિષેકના જણાવ્યા પ્રમાણે, આ કૂતરા એટલા નીડર છે કે તેઓ જંગલના સૌથી ટોચના શિકારીઓ, વાઘ અને ચિત્તા સાથે પણ લડે છે. વાસ્તવમાં, આ શ્વાનની તાકાત તેમનું જૂથ છે.
તેઓ કોઈપણ દુશ્મન પર ચારે બાજુથી હુમલો કરવાનું શરૂ કરે છે. આ કારણે કોઈપણ પ્રાણી માટે તેમની સાથે વ્યવહાર કરવો મુશ્કેલ બની જાય છે. ઢોલને એશિયાટિક વાઈલ્ડ ડોગ, ઈન્ડિયન વાઈલ્ડ ડોગ અને રેડ ડોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ખૂબ જ કુશળ શિકારીઓ છે, જે તેમના કદ કરતાં દસ ગણા કરતાં વધુ પ્રાણીઓને મારવામાં સક્ષમ છે. નાના જૂથના ઢોલ સસલા, ઉંદર હરણ અને જંગલી સુવર જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. પરંતુ મધ્યમ અને મોટા ટોળાં ઘણીવાર સાંભર અને ચિતલ જેવા હરણનો શિકાર કરે છે.
ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ઢોલને લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. સમગ્ર બિહારમાં, તેઓ વાÂલ્મકી ટાઈગર રિઝર્વના ગાઢ જંગલોમાં જ જોવા મળે છે. તેમનું કદ અને વજન સામાન્ય શ્વાન જેટલું જ છે, પરંતુ તેઓ શિયાળ જેવા દેખાય છે.SS1MS